________________
સર્વ-મિત્ર ગૃહસ્થ–સંત
[૮]. પંખી આકાશમાં ઊડે ત્યારે એની છાયા નીચે દેખાય છે. ઊડવાનું બંધ પડ્યું કે છાયા અદશ્ય થઈ કાળપટમાં આવતા માણસો વિષે પણ એમ જ છે. તેઓ મૃત્યુવશ થયા ને તેમની છાયા ગઈ. આ સામાન્ય નિયમને પણ અપવાદ છે. કેટલાક પુરુષો કાળપટમાં આવી અદશ્ય થાય છે, ત્યારબાદ પણ તેમની છાયા લેવાતી નથી. એટલું જ નહીં પણ ઉત્તરોત્તર તેમની છાયા વધારે ગાઢ અને સ્થિર પણ બનતી જાય છે. બુદ્ધ, મહાવીર, જીસસ આદિ પ્રાચીન પુરુષે આ કેટિના છે. આપણે હમણાં જ ગાંધીજીને પણ જોયા કે તેઓ એ જ કોટિના છે. શ્રી કિશોરલાલભાઈ નથી અવતારી કે નથી કોઈ આચાર્ય, છતાં તેમની કાટિ પણ એ જ છે. તેમનું સૂક્ષ્મ પૃથક્કરણપ્રધાન તેમ જ દલીલવાળું વિવેકી લખાણ જેમ જેમ વધારે વંચાતું અને સમજાતું જશે, તેમ જ તેઓ કેવી અનોખી રીતે જીવન જીવી ગયા એની જાણ વધતી જશે તેમ તેમ તેમની છાયા વાચકોના હૃદયમાં વધારે ને વધારે પડવાની અને સ્થિર થવાની.
આપણા દેશમાં પહેલેથી બે પરંપરાઓ ચાલી આવે છે, જે પરસ્પરવિરોધી દેખાય છે. પહેલી પરંપરામાં એવું વિધાન છે કે ગૃહસ્થાશ્રમમાં દાખલ થયા પછી તેમાં જ રહી સંતતિ, પરિવાર, શિષ્ય આદિને ધાર્મિક બનાવવા અને આત્મસંયત તેમ જ અહિંસક રહી આખી જીવનયાત્રા પૂરી કરવી. બીજી પરંપરા એવી છે કે, જે દિવસે વૈરાગ્ય આવે તે જ દિવસે પ્રત્રજ્યા સ્વીકારી ચાલી નીકળવું–ભલે તે વખતે ઉંમર સાવ નાની હોય. આવી છે પરંપરાઓ હોવા છતાં જૈન, બૌદ્ધ આદિ ભિક્ષુઓના વધતા જતા પ્રભાવને કારણે, બ્રાહ્મણ પરંપરામાં પણ સંન્યાસમાર્ગનું પ્રાધાન્ય દિવસે દિવસે વધતું ગયું છે. તેથી સામાન્ય રીતે આખી પ્રજામાં એવું માનસ ઘડાયું છે કે, ગૃહસ્થાશ્રમ અને સંન્યાસની મેળ નથી. આવા સંસ્કારને લીધે સમાજ તેમ જ ધર્મમાં અનેક ગેટાળાઓ દાખલ થયા છે, સંન્યાસને વાસ્તવિક અર્થ ભુલાય છે અને તે વેશબદલામાં મનાય છે. એ જ રીતે ગૃહસ્થાશ્રમને ખરે અર્થ પણ વીસરાયો છે ને તે કેવળ અર્થ અને કામમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org