________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૧૨૧ હેવાથી તેને જ પઠન પાઠનમાં પ્રચાર છે. આ સ્થળે એમાંથી જ કથા પદ્ધતિને લગતા કેટલાક મુદ્દા ઉપરનું વર્ણન ટૂંકમાં આપવા ધાર્યું છે.
કથાનું લક્ષણ–તત્વનિર્ણય અગર વિજયને લાયક એવી જે ન્યાયવાક્યયુકત વચનરચના તે કથા.
કથાના અધિકારીએ–જેઓ તત્વનિર્ણય અગર વિજયને ઈચ્છતા હેય, સર્વજનસિદ્ધ અનુભવની અવગણના કરનાર ન હોય, સાંભળવા આદિ (સમજવા, બોલવા)ની ક્રિયામાં પટુ હોય, કલહકારી ન હોય, અને ચર્ચામાં ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિ કરવામાં સમર્થ હોય તે કથાના અધિકારી થઈ શકે.
વાદ, જ૫ અને વિતડા એ વિવિધ કથામાંથી ફક્ત વાદના. અધિકારીએ–જેઓ તત્વ (સત્ય)ના જિજ્ઞાસુ હોય, ચાલુ વિધ્યને લગતું જ બેલનાર હેય, ઠગનાર ન હોય, વખતસર વિચારવાની ફુરણવાળા, ખ્યાતિ કે લાભની ઈચ્છા વિનાના અને યુક્તિયુક્ત વાત સ્વીકારનાર હોય, તેઓ વાદ કરી શકે.
સભાનું સ્વરૂપ અને તેની આવશ્યકતા–જેમાં રાજા આદિ પ્રભાવ શાલી વ્યક્તિ અનુવિધેય (શાસનકારી) હોય અને નિષ્પક્ષ સભ્યો હોય તે જ સભા ચર્ચાને ગ્ય સમજવી. આવી સભા પણ વાદકથામાં આવશ્યક નથી. કારણ, એ કથા નિર્મસર વાદીઓ વચ્ચે ચાલે છે. પણ મત્સરી વાદીઓ વચ્ચે ચાલતી જલ્પકથામાં તે તે આવશ્યક છે જ.
ચર્ચાના ક્રમનું સ્વરૂપ–સૌથી પહેલાં વાદી પિતાના પક્ષને સાધક હત મૂકે. બાદ આ હેત્વાભાસ નથી એમ કહી સામાન્ય રૂપે તેને જ અસિદ્ધ, વિસદ્ધિ આદિ દેવાભાસ નથી એમ કહી વિશેષ રૂપે પિતાના પક્ષના દૂષણને ઉદ્ધાર કરે. અહીં સુધી પહેલી કક્ષા થઈ ત્યાર બાદ વાદીએ કહેલું બધું પિતે સમજી ગયો છે એમ જણાવવા પ્રતિવાદી સભા વચ્ચે વાદીના બધા કથનને અનુવાદ કરી જાય. અને વાદીને પરાજિત કરવાનું કોઈ નિગ્રહસ્થાન ન જુએ તે છેવટે હેવાભાસ વડે વાદીના સાધનને દૂષિત કરી પિતાનો પક્ષ રજૂ કરે અહીં સુધી બીજી કક્ષા થઈ. ત્યાર પછી ત્રીજી કક્ષામાં આવી વાદી પ્રતિવાદીના બધા કથનને અનુવાદ કરી જાય અને પિતાના પક્ષ ઉપર પ્રતિવાદી દ્વારા મુકાયેલ દૂષણને ઉદ્ધાર કરે; તેમ જ બીજું કોઈ નિગ્રહસ્થાન ન જુએ તે છેવટે હેવાભાસ વડે પણ પ્રતિવાદીની સ્થાપનાને દૂષિત કરે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org