SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન અને “અને તેને ભૂલી જવી” એ બે શબ્દો વેધક છે. એ જ કુમળી વયની “મોક્ષમાળાકૃતિમાં (મોક્ષમાળા'-૯૯) તેઓ સંગઠનબળથી લક્ષ્મી, કીર્તિ અને અધિકાર સાધતા “આંગ્લભૌમિ ” નું ઉદાહરણ લઈ અજ્ઞાનના સંકટમાં સપડાયેલ જૈન તત્વને પ્રકાશવા મહાન સમાજ” ની સ્થાપનાનું સ્વપ્ન જુએ છે ૨૩મે વર્ષે ધંધામગ્ન અને સંસ્કૃત ભાષા કે તર્કશાસ્ત્રના ખાસ અભ્યાસ વિનાના રાયચંદભાઈ જૈન શાસ્ત્રના કેવા મર્મ ખેલતા, એને દાખલે જેવા ઈચ્છનાર જેનેએ “શ્રીમદ્રાજચંદ્ર” અંક ૧૧૮ અને ૧૨૫ માં જે પચ્ચખાણું દુષ્પચ્ચકખાણ આદિ શબ્દોના અર્થ વર્ણવ્યા છે, જે રુચક પ્રદેશના નિરાવ રણુપણાનો ખુલાસો કર્યો છે, અને જે નિર્ગદગામી ચતુર્દશપૂર્વાની ચર્ચાનું સ્પષ્ટીકરણ કર્યું છે, તે ધ્યાનથી વાંચી જવું. ૨૯ભા વર્ષે ભારતવર્ષીય સંસ્કૃતિને પરિચિત એ એક જટિલ પ્રશ્ન પ્રશ્નકારની તર્ક જાળથી વધારે જટિલ બની એમની સામે ઉપસ્થિત થાય છે. પ્રશ્નને સાર એ છે કે આશ્રમક્રમે જીવન ગાળવું કે ગમે તે ઉંમરે ત્યાગી થઈ શકાય ? એની પાછળ મેહક તર્ક જાળ એ છે કે મનુષ્યદેહ તે મેક્ષમાર્ગનું સાધન હેઈ ઉત્તમ છે, એમ જૈન ધર્મ સ્વીકારે છે, ત્યારે પછી એવા ઉત્તમ મનુષ્યદેહનું સર્જન અટકે એવા ત્યાગમાર્ગને, ખાસ કરી સંતતિ ઉત્પન્ન કર્યા પહેલાં જ ત્યાગ સ્વીકારવાને, ઉપદેશ જૈન ધર્મ કરે, તે એ વદવ્યાધાત નથી? આ પ્રશ્નને ઉત્તર શ્રીમદે જૈન શૈલીના મર્મને પૂરેપૂરે સ્પર્શીને આ છે; જોકે વસ્તુતઃ એ શેલી જૈન, બૌદ્ધ અને સંન્યાસમાગ વેદાંત એ ત્રણેને એક જ સરખી માન્ય છે. શ્રીમદને જવાબ તે ખરી રીતે એમના જ શબ્દોમાં સમજદારે વાંચો વટે. રમે વર્ષે શ્રીમદને આફ્રિકાથી ગાંધીજી પત્ર લખી ૨૭ જ પ્રશ્નો પૂછે છે. તેમાં તેમને એક પ્રશ્ન તેમના શબ્દોમાં એ છે કે, “મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દે કે મારી નાખવો? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ”(૪૭). આને ઉત્તર શ્રીમદ તે વખતના તેમના મોહનલાલભાઈને આ પ્રમાણે આપે છે: “સર્ષ તમારે કરડવા દેવો એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ જે * જુઓ આ ગ્રંથ પાન ૬૦. + જુઓ આ ગ્રંથ પાન ૧૨૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy