________________
શ્રીમદ્રાજચંદ્ર –એક સમાલોચના
[ ૭૭૫ આ પ્રત્યેક શક્તિને વિસ્તૃત અને અતિસ્કુટર પરિચય કરાવવા વાસ્તે તે અત્રે તેમનાં તે તે લખાણનાં અક્ષરશઃ અવતરણે ખુલાસા સાથે ભારે છૂટથી ટાંકવાં જોઈએ. તેમ કરવા જતાં તે એક પુસ્તક જ થાય. તેથી ઊલટું, જે તેમનાં લખાણોના અંશે દર્શાવ્યા સિવાય આ કે તે શક્તિ શ્રીમદમાં હતી એમ કહું તે શ્રેતાઓને માત્ર શ્રદ્ધાથી મારું કથન મનાવવા જેવું થાય. તેથી મધ્યમ માર્ગ સ્વીકારી આ વિષય ચર્ચ યોગ્ય ધારું છું.
| શ્રીમદની અસાધારણ સ્મૃતિનો પુરાવો તે તેમની અજબ અવધાનશક્તિ જ છે. તેમાંય પણ તેમની કેટલીક વિશેષતા છે. એક તે એ કે બીજા કેટલાક અવધાનીઓની પેઠે એમનાં અવધાનની સંખ્યા કેવળ નંબરવૃદ્ધિ ખાતર યથાકથંચિત વધેલી ન હતી. બીજી અને ખાસ મહત્ત્વની વિશેષતા તે એ હતી કે તેમની અવધાનશક્તિ બુદ્ધિ-વ્યભિચારને લીધે જરાય વંધ્ય બની ન હતી; ઊલટું એમાંથી વિશિષ્ટ સર્જનબળ પ્રગટયું હતું, જે અન્ય અવધાનીઓમાં ભાગ્યે જ દેખાય છે. ખાસ વાત તો એ છે કે એટલી અદ્ભુત અવધાનશક્તિ કે જેના દ્વારા હજારે અને લાખો લોકોને ક્ષણમાત્રમાં અજી અનુગામી બનાવી શકાય, અસાધારણ પ્રતિષ્ઠા અને અર્થલાભ સાધી શકાય, તે હોવા છતાં તેમણે તેને પ્રવેગ યોગવિભૂતિઓની પેઠે ત્યાજ્ય ગણી તેને ઉપગ અંતર્મુખ કાર્ય ભ કર્યો, જેમ બીજા કેઈ સાધારણ માણસથી થવું શક્ય નથી.
કઈ પણ વસ્તુના ખરા હાર્દને સમજી લેવું-તરત સમજી લેવું, એ મર્મજ્ઞતા કહેવાય છે. સોળ વર્ષની ઉંમર પહેલાં ક્યારેક રચાયેલી “પુષ્પમાળા’માં તેઓ પ્રસંગોપાત્ત રાજાને અર્થ સૂચવતાં કહે છે કે, રાજાએ પણ પ્રજાના માનીતા નેકર છે. (“પુષ્પમાળા—૭૦). અહીં પ્રજા” અને “નોકર” એ બને શબ્દો મર્મસૂચક છે. આજે એ જ ભાવ શિક્ષિત ક્ષેત્રમાં વ્યાપ જાય છે. સત્તરમે વર્ષે રચાયેલ “મોક્ષમાળા'માં તેઓ માનવની વ્યાખ્યા કેવી મર્મગ્રાહી સૂચવે છે! “માનવપણું સમજે તે જ માનવ કહેવાય” (મેક્ષમાળા'-૪). અહીં “સમજે અને તે જ” એ બે શબ્દો મર્મગ્રાહી છે; અર્થાત આકૃતિ ધારણ કરનાર માત્ર મનુષ્ય નહિ. તેઓ એ જ “મેક્ષમાળા'માં મનેજય માર્ગ દાખવતાં કહે છે કે મને જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી (“મોક્ષમાળા'–૬૮), અર્થાત્ તેને વિષયખેરાકથી પિષવું નહિ. અહીં દુરિશ્મા”
* ૨ાના પ્રતિરક્ષાત – કાલિદાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org