________________
૧૨૩૨ ]
દર્શન અને ચિંતન અર્થે આ પ્રમાણે (૧) શકતિત્તિરિ એટલે (૧૬) ગાડામાં આણેલ તેતર (1) ગાડા સહિત તેતર. (૨) તર્પણલેડિકા એટલે (૨) સકતુમાં (સાથવામાં પાછું મેળવી આપવું તે. (એટલે કે અહીંયાં પાણમિશ્રિત સાથવો) (a) તેવું મિશ્રણ કરતી સ્ત્રી.
તેતરવાળી ગાડી લઈ જતા કઈ એક માણસને એક ધૂર્તો પૂછવું કે આ સંકટતિત્તિરિને શે ભાવ છે? પેલાએ ઉત્તર આપ્યો કે તર્પણલેડિકા. પૂર્વે કેટલાકને સાક્ષી તરીકે રાખી કહ્યું કે મને આ શકટતિત્તિરિ (શકટ સહિત તિત્તિરિ) તર્પણલેડિકાથી આપવાનું આ માણસ કહે છે. તે કિંમત આપવા હું તૈયાર છું. માટે મને તે શકટ-તિત્તિરિ બને મળવાં જોઈએ. આ સાંભળી શકતિત્તિરિને સ્વામી ગૂંચવણમાં પડ્યો પણ બીજા ધૂર્તે તેને સમજાવી દીધો. અને તેને સમજાવ્યા પ્રમાણે તે માલિકે પ્રથમ ધૂર્તને કહ્યું “ભલે, તર્પણલેડિક લાવે અને શકટતિત્તિરિ લે.” પ્રથમ
તેં પિતાની સ્ત્રીને તર્પણલેડિકા આપી શકટતિનિરિ લઈ કહ્યું. સ્ત્રી ધૂર્ત પતિની આજ્ઞા પ્રમાણે સતુમાં પાણી મેળવી હલાવી તર્પણા ડિકા તૈયાર કરવા બેડી કે તરત જ પેલા માલિકે સકતુમાં પાછું મેળવતી તે સ્ત્રીને ઉપાડી અને કહ્યું : “આ સ્ત્રી તપંડિકા છે એટલે તેને લઈ હું શકટતિનિરિ આપી દઈશ.” આ સાંભળતાં પ્રથમ ધૂર્ત સમજી ગયો અને ચૂપ થયો.
આ વાતમાં શબ્દછળ છે. માલિકે શકટતિતિરિ તર્પણાલેડિકાથી મળે છે એમ કહ્યું ત્યારે તેને આશય તે માત્ર ગાડામાં આણેલ તેતરના મૂલ્યનો જ હતું. પણ પ્રથમ ધૂર્તે શબ્દછળથી શકટાતિત્તિરિને ગાડું અને તેતર એવો અર્થ લઈ તપણાલોડિકાથી તે બંને મળવાં જોઈએ એમ કહી તેના માલિકને મૂંઝવ્યો. અહીં સુધીનો ભાગ વ્યસંક હેતુનું સ્વરૂપ સૂચવે છે. વ્યંસક હેતુ પ્રતિવાદીને મૂંઝવે તે હોય છે. બીજા ધૂર્તન શીખવવાથી પેલે માલિક પ્રથમ ધૂત પાસે તર્પણલોડિકા માગે છે. હવે પ્રથમ ધૂર્વે પોતાની સ્ત્રીને તર્પણલેડિકા (જળમિશ્રિત સકતુ) આપવા કહ્યું. ત્યારે પેલો માલિક બીજા અર્થ પ્રમાણે તે મિશ્રણ કરનાર સ્ત્રીને જ ઉપાડવા લાગ્યો. એટલે પ્રથમ ધૂર્તની છળબાજી ઊઘડી ગઈ વાર્તાને આ પાછલે ભાગ લૂષક હેતુના સ્વરૂપને સમજાવે છે. જેમ પેલા માલિકે તર્પણલોડિકાને બીજો અર્થ સમજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org