________________
કથાતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૨૭ (૧) વાદી પિતાના પક્ષનું સાધન કરતે હોય કે સામાના પક્ષનું દૂષણ કરતે
હેય પણ તે પિતાનું વક્તવ્ય ત્રણ વાર કહે છતાં તેને સભા કે પ્રતિવાદી કેઈન સમજી શકે તે એ કથન કાં તે કિલષ્ટ શબ્દવાળું હેવું જોઈએ અથવા તેના શબ્દો સર્વપ્રસિંદ ન હોવા જોઈએ—અને કાં તે તે અત્યંત ધીરેથી બોલતો હોવો જોઈએ. ગમે તેમ હેય પણ ત્રણ વાર કહ્યા છતાં કેઈથી ન સમજાય છે તેવું બોલનાર વાદી
પરાજય પામે છે અને તે અવિજ્ઞાતાર્થ નિગ્રહસ્થાન કહેવાય છે. (૯) દાડમ દસ, છ પુડલા, કરું, અજચર્મ અને માંસપિs આ રીતે
પરસ્પર સંબંધ વિનાનાં પદે ઉચ્ચારવાથી જ્યારે વાક્યનો અર્થ
નિષ્પન્ન ન થવાથી વાદી પરાજય પામે ત્યારે અપાર્થક નિગ્રહસ્થાન. (૧૦) પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ ક્રમે બેલવા જોઈતા
અનુમાનવાક્યને વિપર્યાસ કરી ગમે તેમ આડુ અવળું બેલનાર વાદી અપ્રાપ્તકાળ નામનું નિગ્રહસ્થાન પામે છે, કારણ કે તે જે કાંઈ
બોલે છે તે કાળ પ્રાપ્ત થયા વિના જ બોલે છે. (૧૧) શ્રેતાને જ્ઞાન આપવામાં પાંચે અવયવો ઉપયોગી છતાં તેમાંથી એક
પણ અવયવ ન બોલવામાં આવે તો તે ન્યૂન નિગ્રહસ્થાન. (૧૨) કોઈ પણ એક હતું કે ઉદાહરણથી સાધ્ય સિદ્ધ થતું હોય છતાં બીજાં
હેતુ કે ઉદાહરણોને પ્રવેગ કરનાર અધિક નામના નિગ્રહસ્થાનથી.
પરાજિત ગણાય છે. (૧૩) અનુવાદના પ્રસંગ સિવાય પણ તે જ શબ્દને અગર તે જ અર્થને ફરી
કહેવામાં પુનરુક્ત નિગ્રહસ્થાન પ્રાપ્ત થાય છે. એક વાર શબ્દ અનિત્ય છે એમ કહી ફરી તેમ જ કહેવું તે શબ્દપુનરુક્તિ–નિગ્રહસ્થાન અને શબ્દ અનિત્ય છે એમ કહી શબ્દ વિનાશી છે એ રીતે બીજા વાક્યથી. તે જ અર્થ કહે તે અર્થપુનરુક્ત. જ્યાં અનુવાદને પ્રસંગ હોય ત્યાં પુનરુક્તનિગ્રહસ્થાન નથી ગણાતું; જેમ કે નિગમને વાકથમાં હેતુ અને
પ્રતિજ્ઞાવાક્યને અનુવાદમાત્ર કરવામાં આવે છે. (૧૪) જે વાત ત્રણ વાર વાદીએ કહી હોય અને સભા પણ જેને સમજી
ગઈ હોય છતાં પ્રતિવાદી તેનું પુનઃ ઉચ્ચારણ ન કરી શકે તો તે
પ્રતિવાદી અનનુભાષણ નિગ્રહસ્થાનથી પરાજય પામે છે, (૧૫) વાદીએ કહેલ વસ્તુને સભા સમજી ગઈ હોય છતાં પ્રતિવાદી તેને ન
જ સમજી શકે તે તે પરાજય પામે છે અને તે અજ્ઞાન નિગ્રહસ્થાન, કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org