________________
૧૨૨૪ ]
દર્શન અને ચિંતન (૨૨) શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કરનારને કહેવું કે અનિત્યતા પિતે અનિત્ય
છે કે નિત્ય છે? જે અનિત્ય હેય તે અનિત્યતા પિતે જ નષ્ટ થવાની એટલે અનિત્યતાને નાશ એ જ નિત્યતા. આ રીતે શબ્દની અનિત્યતાને નાશ થવાથી શબ્દ નિત્ય થ અને જે અનિત્યતા પિતે નિત્ય હેય તો તે નિત્ય અનિત્યતાને રહેવા માટે તેને આશ્રયભૂત શબ્દ પણ નિત્ય હોવો જ જોઈએ. જ્યાં સુધી આશ્રય નિત્ય માનવામાં ન આવે ત્યાં સુધી તેના ધર્મને નિત્ય માનવાને કંઈ જ અર્થ જ નથી, એટલે અનિત્યતાને નિત્ય માનવા જતાં પણ શબ્દ નિત્ય જ સિદ્ધ થયો. એ પ્રમાણે સાધ્યને નિત્ય અને અનિત્ય માનવાનો વિકલ્પ કરી બંને રીતે
નિત્ય જ સિદ્ધ કરવું તે નિત્યસમ. (૨૩) જો અનિત્યત્વ ધર્મ દ્વારા ઘટ અને શબ્દ વચ્ચે સામ્ય હોવાથી
શબ્દને અનિત્ય માનવામાં આવે તો દરેક પદાર્થનું ઘટ સાથે કાંઈક તે સાધમ્ય છે જ. એટલે દરેક પદાર્થ ઘટની જેમ અનિત્ય સિદ્ધ કાં ન થાય? અને જો તેમ ન થાય તે પછી શબ્દને પણ અનિત્ય કાં માનવામાં આવે? આ રીતે અનિત્ય દ્વારા દૂષણ આપવું તે
અનિત્યસમ. (૨૪) પ્રયત્નાનન્તરીયક (પ્રયત્ન પછી થત) હેવાથી શબ્દને અનિત્ય સિદ્ધ
કરનાર પ્રત્યે કહેવું કે પ્રયત્નનાં કાર્ય અનેક પ્રકારનાં છે. કોઈ અસત્ (અવિઘામાન) વસ્તુ જ પ્રયત્નથી થાય છે જેમ કે ઘટ વગેરે. જ્યારે કેટલીક વસ્તુઓ સત (વિદ્યમાન) છતાં પ્રયત્નથી માત્ર વ્યક્ત થાય છે. આ રીતે પ્રયત્નનું કાર્ય ઉત્પત્તિ અને વ્યક્તિએ બે પ્રકારનું દેખાય છે. તે પછી અહીં શબ્દને પ્રયત્નજન્ય માને કે પ્રયત્નવ્યંગ્ય માને ?
આ રીતે કાર્યનું નાનત્વ બતાવી દૂષણ આપવું તે કાર્યસમ. ૧૬ નિગ્રહસ્થાન – નિગ્રહ (પરાજય)ની પ્રાપ્તિનું સ્થાન (પ્રસંગ) તે
નિગ્રહસ્થાન. નિગ્રહસ્થાનના મુખ્ય બે પ્રકાર છે: (૧) વિપ્રતિપત્તિ (૨) અપ્રતિપત્તિ. જે વાદી પિતાના કર્તવ્યને વિપરીત (ઊલટી રીતે) સમજે તેય તે પરાજય પામે છે. અને જે પિતાના કર્તવ્યને બિલકુલ સમજે નહિ તેય પરાજયને પામે છે. આ રીતે વિપરીત સમજ અને અણસમજ એ બે જ પરાજયની પ્રાપ્તિના પ્રસંગ હોવાથી મુખ્ય રીતે નિગ્રહસ્થાન બે (વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ) કહેવામાં આવે છે. પરંતુ વિપરીત પ્રતિપત્તિ અનેક જાતની સંભવે છે અને અપ્રતિપત્તિ પણ અનેક જાતની છે. તેથી તે બંને મુખ્ય નિગ્રહસ્થાનના વિસ્તાર રૂપે ૨૨ નિગ્રહસ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org