________________
૧૨૨૦ ].
દર્શન અને ચિંતન નીકળે છે. તેમાંથી વક્તાના અભિપ્રાયથી અન્ય અર્થની કલ્પના કરેલી છે. સામાન્ય લ – “આ બ્રાહ્મણ વિદ્યા અને આચરણથી સંપન્ન છે” એમ કહેતાં છલવાદી કહે “બ્રાહ્મણમાં વિદ્યાચરણ સંભવે છે, ત્યારે વાય (વિદ્યાચરણહીન માત્ર જન્મથી બ્રાહ્મણ) પણ વિદ્યાચરણસંપન્ન હોવો જોઈએ, કારણ કે તે બ્રાહ્મણ છે. અહીં બ્રાહ્મણત્વનું વિદ્યા અને આચરણ સાથે સાહચર્ય માત્ર વિવક્ષિત હતું એને લવાદીએ વધારે ખેંચી વિદ્યાચરણની સાથે તેની વ્યાપ્તિ કલ્પી તેને દૂષિત કરેલ છે. ઉપચારછલ –જેમકે “માંચાઓ બૂમ પાડે છે” એમ કહેતાં છલવાદી કહે કે “માંચા ઉપર બેસનારા બૂમો પાડે છે. માંચાઓ ક્યાં બૂમ પાડે છે ?” એમ કહી વક્તાને ઉતારી પાડે તે ઉપચારછલ. આમાં લક્ષણથી થયેલા પ્રગમાં વાર્થ કલ્પી દોષ આપે છે માટે ઉપ
ચારછલ.
જાતિ -સાધર્મ અને વૈધમ્ય દ્વાર ( સદશ્ય અને પૈસદશ્ય દ્વારા) અનિષ્ટ પ્રસંગ આપ તે જાતિ. તે વીસ પ્રકારની છે. સાધર્મ્સસમ, વૈધમ્પસમ, ઉત્કર્ષસમ, અપકસમ, વર્ણસમ, વિકલ્પસમ, સાધ્યમ, પ્રાપ્તિસમ, અપ્રાપ્તિસમ, પ્રસંગમ, પ્રતિદષ્ટાસમ, અનુત્પત્તિ સમ, સંશયસમ, પ્રકરણસમ, હેતુસમ, અર્થપત્તિસમ, અવિશેષસમ, ઉપ
પત્તિસમ,ઉપલબ્ધિસમ, અનુપલબ્ધિસમ, નિત્યસમ, અનિત્યસમ, કાર્યસમ(૧) કેઈ વાદી ઘટને દૃષ્ટાંત કરી કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ
કરે ત્યારે એમ દૂષણ આપવું કે જે અનિત્ય ઘટના કૃતકત્વ સાધમ્ય ( સમાનધર્મ) થી શબ્દને અનિત્ય સિદ્ધ કરવામાં આવે તે નિત્ય આકાશને અમૂર્તત્વ સાધમ્મથી શબ્દ નિત્ય પણ કેમ ન સિદ્ધ થાય?
આ રીતે સાધમ્ય દારા દૂષણ આપવું તે સાધમ્મસમ. (૨) કોઈ વાદી કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરતાં આકાશને
ધર્મદષ્ટાંત તરીકે મૂકી કહે કે જે અનિત્ય ન હોય તે કૃતક પણ ન હોય; જેમ કે આકાશ. ત્યારે વૈધર્મેદ્વારા દૂષણ આપવું કે જે નિત્યઆકાશના કૃતકત્વ વૈધમ્મથી અનિત્યત્વ સિદ્ધ થાય તે અનિત્યઘટના અમૂર્ત વૈધમ્મથી શબ્દ નિત્ય પણ સિદ્ધ થાય એ દૂષણ વૈધમ્મસમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org