________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૯૩ દિવસ જીવવાનું છે. આ લેશ્યાવરથી જ તારું મૃત્યુ છે અને હું તે હજી સોળ વર્ષ જીવવાને છું.” આ સાંભળી ગોશાલક લેસ્યાદાહથી પિડાતો હાલા હલા કુંભારણને ત્યાં પિતાને ઉતારે પાછો આવ્યો ને ત્યાં સન્નિપાતગ્રસ્તની પેઠે ઉન્મત્ત થઈ અનેક ચેષ્ટાઓ કરવા લાગે. પ્રથમ તો તેણે શિષ્યોને કહ્યું, “મર્યા પછી મારા શરીરને ખૂબ ધામધૂમપૂર્વક ફેરવી આ ચોવીસમો તીર્થંકર મોક્ષે ગયેલ છે એવી ઘોષણા કરી તેને અગ્નિસંસ્કાર કરજે-” પણ છેક મરણને દિવસે તેને કાંઈક શુદ્ધિ આવતાં પસ્તાવો થયો એટલે તેણે શિષ્યને ફરી કહ્યું કે, “હું કઈ સર્વજ્ઞ કે જિન નથી. હું તે ખરેખર મંખલિપુત્ર અને ભગવાન મહાવીરનો જ શિષ્ય છું. મેં લેકેને આડે રસ્તે દેય છે. તેથી મરણ બાદ મારા રારીરને પગે દોરડી બાંધી ભૂડી રીતે ગામમાં ઘસડજે. અને મારા દંભની ખરી હકીકત જાહેર કરવા સાથે મારા શરીર ઉપર તિરસ્કાર દાખવજે.” એમ કહી તે મૃત્યુ પામ્યો અને નરકે ગયો. પાછળથી શિષ્યોએ ગુરુની આજ્ઞા પાળવા ખાતર મકાન બંધ કરી શ્રાવસ્તીનું ચિત્ર ખેંચી તેમાં ગોશાલકના શબને તેના કહ્યા મુજબ ફેરવી પ્રતિજ્ઞાનું પાલન કર્યું અને પછી ભક્તોએ મહેસવપૂર્વક તેનો અગ્નિસંસ્કાર કર્યો.
(પર્વ ૧૦ મું. સર્ગ ૮, ગૂજરાતી અનુવાદ પાનું ૧૮૪થી ૧૯૪)
પરિશિષ્ટ નં ૪ શ્રીગુપ્ત નામના એક જૈનાચાર્ય પિતાના રહગુપ્ત નામક શિષ્ય સાથે અંતરંજિકા નગરીમાં હતા. દરમિયાન કોઈ પરિવ્રાજક ત્યાં આવ્યું. એણે પિટ ઉપર લેટાનો પાટો બાંધ્યો હતો અને હાથમાં જાંબુડાના ઝાડની ડાળી રાખી હતી. તે કહેતા કે પેટમાં જ્ઞાન સમાતું નથી માટે એ માટે છે ને જંબુદ્વીપમાં કોઈ મારી બરાબરી કરે તેવો નથી એ સુચવવા આ જંબુરક્ષની શાખા છે. તેણે ગામમાં ઘોષણા કરી હતી કે બધાં દર્શને શુન્ય છે, મારા. જેવો કઈ બીજો એકે દર્શનમાં નથી. એ કારણથી પેટ બાંધેલું અને હાથમાં શાખા રાખેલી તેથી લેકેમાં તે પિશાલ' નામે પ્રસિદ્ધ .
હગુપ્ત નગરીમાં દાખલ થતી વખતે એ ઘોષણું સાંભળી અને ગુરુને પૂછડ્યા સિવાય જે તેની સાથે વાદમાં ઊતરવાનો નિશ્ચય કરી એ ઘેષણપહ ત્યાં જ અટકાવ્યો. ગુરુએ એ વાત જાણી ત્યારે રોહગુપ્તને કહ્યું કે તે યોગ્ય ન કર્યું કારણ એ વાદી હારશે તોપણ પાછો સામે થશે. એ સાત વીંછી, સર્પ, ઉંદર, મૃગી, વરાહી, કાક, અને શકુનિકા વગેરે–વિદ્યાઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org