________________
૧૧૮૬ ]
દર્શન અને ચિંતન જેડાને ધારણ કરીશ. એ અઢાર હજાર શીળના અંગે યુક્ત એવા શિયળ– બ્રહ્મચર્ય—વડે અતિસુગંધિત છે અને હું તેથી રહિત હોવાને લીધે દુર્ગધવાળો છું તેથી ચંદનાદિકને ગ્રહણ કરીશ. એ શ્રમણો મેહરહિત છે અને હું મોહથી આવૃત્ત છું તેથી તેના ચિહ્નરૂપ છત્રને મસ્તક ઉપર ધારણ કરીશ. એઓ નિષ્કષાય હોવાથી શ્વેત વસ્ત્રને ધરનાર છે અને હું કષાયથી કલુષ હેવાને લીધે તેની સ્મૃતિને માટે કષાય રંગના વસ્ત્ર ધારણ કરીશ. એ મુનિઓએ પાપથી ભય પામી ઘણું જીવવાળા સચિત્ત જળને ત્યાગ કર્યો છે, પણ મારે તો પરમિત જળથી સ્નાન અને પાન કરવાનું છે. એવી રીતે પોતાની બુદ્ધિથી. પિતાનું લિંગ કલ્પી તે વેષ ધારણ કરી મરીચિ ઋષભદેવ સ્વામીની સાથે વિહાર કરવા લાગ્યો.
ને વેષ કલ્પી તે પ્રમાણે ત્રિદંડી પરિવ્રાજક થઈ એ મરીચિ ભગવાન ઋષભદેવ સાથે જ વિચરતે. તેનું નવું રૂપ જોઈ ઘણું લેકે કૌતુથી તેની પાસે આવતા; તે ઉપદેશ તે જૈન આચારનો જ કરતો. જ્યારે કોઈ પૂછતું કે તમે જૈન આચારને શ્રેષ્ઠ વર્ણવે છે તો પછી આ ન શિથિલાચાર શા માટે ધારણ કર્યો છે? મરીચિ પિતાની નિર્બળતા કબૂલ અને ત્યાગના ઉમેદવારને ભગવાન ઋષભદેવ પાસે જ એકલતે. ક્યારેક એમ બન્યું કે તે બહુ બીમાર પડ્યો પણ તેની સેવા કરનાર કોઈ ન હતું, જે સહચારી સાધુઓ હતા તે તદન ત્યાગી હોવાથી આ શિથિલાચારીની સેવા કરી શકતા નહીં. તેમજ મરીચિ પિતે પણ તેવા ઉત્કટ ત્યાગી બો પાસેથી સેવા લેવા ઈચ્છતા નહીં. કાળક્રમે તે સાજો થયો. ! એકવાર કપિલ નામને રાજપુત્ર આવ્યો, તેણે ભગવાનને ઉપદેશ સાંભળ્યો પણ દુર્ભવ્યતાને લીધે તેને એ પસંદ ન આવ્યું. કપિલ મરીચિ પાસે આવ્યો અને તેના તરફ ઢળ્યો. પ્રથમના બીમારીના અનુભવથી ખેંચાઈ મરીચિએ કપિલને પિતાને લાયક ધારી શિષ્ય બનાવ્યો. શાસ્ત્રના તાત્વિક અર્થજ્ઞાન વિનાને એ કપિલ મરીચિએ બતાવેલ ક્રિયામાર્ગમાં રત થઈ વિચરતે. એણે આસુરી અને બીજા શિષ્યો બનાવ્યા અને શિષ્ય તથા શાસ્ત્રના અનુરાગને લીધે તે મર્યા પછી બ્રહ્મલકમાં ઉત્પન્ન થયું. તેણે ત્યાં ઉત્પન્ન થતાં; વેંત જ વિશિષ્ટ જ્ઞાનથી પિતાને પૂર્વભવ જાણું વિચાર્યું કે મારો કોઈ શિષ્ય કાંઈ જાણતો નથી. તેથી એને તત્વને હું ઉપદેશ કરું, એમ વિચારી તેણે આકાશમાં છૂપી રીતે રહી “અવ્યક્ત (પ્રધાન) થી વ્યક્ત (બુદ્ધિતત્વ) પ્રકટે છે, ઈત્યાદિ ઉપદેશ આપ્યો તેથી ષષ્ટિતંત્ર (સાંખ્યશાસ્ત્રવિશેષ) થયું. એ આવશ્યક વૃ૦ નિર્યુક્તિ ગા૩૫૦ થી ૪૩૯, ૫૦ ૧૫૩ થી ૧૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org