________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૭૯ મિત્ર જેવા પ્રસિદ્ધ વૈદિક વિદ્વાને સાંખ્યકારિકા ઉપર કૃતિને બાધ ન પહોંચે એવી વેદસમન્વયી સૌમ્ય ટીકા લખી એ કારણથી વૈદિક વિદ્વાનને સાંખ્યદર્શન ઉપર નાસ્તિતાનો કટાક્ષ નામશેષ થઈ ગયું છે.
જૈન ગ્રન્થમાં સાંખ્યદર્શનને લગતી નોંધાયેલી હકીકત વૈદિક ગ્રંથમાંની. હકીકત સાથે કેટલીક બાબતમાં મળે છે, તો કેટલીક બાબતોમાં જુદી પડે છે. મળતી આવતી બાબતો ત્રણ છેઃ (૧) સાંખ્યદર્શનનું પ્રાચીનત્વ તેમ જ કપિલનું ક્ષત્રિયત્વ, (૨) કપિલના શિષ્ય તરીકે આસુરિનું દેવું અને (૩) ષષ્ટિત~ નામક સાંખ્યગ્રંથની રચના. જુદી પડતી બાબતમાં મુખ્ય બાબત સાંખ્યદર્શનના આદિ પ્રણેતાની છે. વૈદિક ગ્રન્થ મતભેદ વિના જ કપિલને સાંખ્યદર્શનના આદિ પ્રણેતા વર્ણવે છે ત્યારે જૈન કથા કપિલને આદિ પ્રણેતા ન કહેતાં મરીચિને સાંખ્યદર્શનના મુખ્ય પ્રવર્તક તરીકે વર્ણવે છે. જૈન કથા પ્રમાણે એ મરીચિ, જેનેના પરમ માન્ય અને અતિપ્રાચીન પ્રથમ તીર્થકર. શ્રીષભદેવના પૌત્ર અને ભરત ચક્રવર્તિના પુત્ર થાય. એમણે પ્રથમ પિતાના પિતામહ પાસે જૈન દીક્ષા સ્વીકારેલી, પણ પાછળથી શિથિલાચાર થઈ એક ન જ વેષ કલ્પી સાંખ્યદર્શનના પ્રસ્થાનને પાયે નાખે. જૈન કથા સાંખ્ય આચાર્યોના અગ્રણી તરીકે કપિલનું અસ્તિત્વ સ્વીકારે છે; પણ તે મરીચિ બાદ મરીચિના શિષ્ય તરીકેનું. કપિલે મરીચિના શિષ્ય થઈ પિતાના મતને. વિસ્તાર કર્યો અને આસુરિ નામના શિષ્યને સાંખ્યતત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. બીજી જુદી પડતી બાબત એ છે કે ષષ્ટિન્ટગ્રન્થ જૈન કથા પ્રમાણે આસુરિને. રચેલે છે; જ્યારે વૈદિક પરમ્પરા અને ખાસ કરી સાંખ્યદર્શનની પરમ્પરા. પ્રમાણે એ ગ્રન્થ પંચશિખને છે.
જૈન અને વેદિક સાહિત્યમાંની કેટલીક હકીકતમાં, ભાવનાઓમાં અને વર્ણનશૈલીમાં ખાસ ભેદ હોવા છતાં એક વાત સુનિશ્ચિત છે કે સાંખ્યદર્શનની. પ્રાચીનતા બનેના સાહિત્યથી પુરવાર થાય છે. સાંખ્યદર્શનને ઇતર દર્શને ઉપર જુદી જુદી બાબતમાં ઓછેવત્તે જે ગંભીર પ્રભાવ પડેલે દેખાય, છે તે વળી તેની પ્રાચીનતાનું આરિક પ્રમાણ છે.
૧૩. ઉદાહરણ તરીકે, સરખાવો બીજી સાંખ્યકારિકા ઉપરની કર્મકાંડપ્રધાન વૈદિક કૃતિઓને સકટાક્ષ પરિહાસ અને ઉગ્ર વિરોધ કરતી મારી વૃત્તિ સાથે એ જ કારિકાની સાંખ્યતત્ત્વકૌમુદી તથા ઉ૦મી કારિકાની માઠરરત્તિસાથે એ જ કારિકાની સાંખ્યતત્વકૌમુદી.
૧૪. જુઓ, પરિશિષ્ટ નંબર ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org