________________
૧૧૭૦ ] -
દર્શન અને ચિંતન બન્નેને ફેંસલે આપનાર સત્યવાદી તરીકે પ્રસિદ્ધ થયેલ વસુ, અને પર્વતના પક્ષમાં ખોટો ચુકાદો આપવાથી આસન સાથે વસુનું નીચે ગબડી પડવું, અને નરકમાં જવું–આટલી વસ્તુ ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર અને ઉત્તરપુરાણમાં સમાન છે. આ કથાવસ્તુના અંદરના પ્રસંગમાં અને વર્ણનેમાં તે બને ગ્રંથમાં અલબત્ત ફેર છે, પણ વક્તવ્યમાં કશો જ ફેર નથી.
[ પર્વે ૬૭, લેક ૧૫ થી ૪૬૧ સુધી ]
(૧) પદ્મપુરાણ અજ શબ્દના અર્થ વિષે નારદ તથા પર્વતનો વિવાદ તથા વસુએ આપેલે પર્વતના પક્ષમાં ફેંસલે અને ત્યારથી હિંસાત્મક યજ્ઞની પ્રવૃત્તિ થઈ છે એ મુદ્દો રવિણકૃત પદ્મપુરાણમાં પણ છે. એમાં વક્તા ગૌતમ અને શ્રોતા શ્રેણિક રાજા છે. મુદ્દો એક જ હેવા છતાં બીજી પ્રાસંગિક વાત અને અર્થધટના થેડીઘણું ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર અને ઉત્તરપુરાણથી જુદી પડે છે. વપુરાણોક્તરામની ત લ અનુવાઃ પૃ. ૫૭ થી આગળ.
ઘ] પદ્મપુરાણમાંનું બધું પ્રસ્તુત વર્ણન બરાબર પઉમચરિયને મળતું છે. એ બન્નેની કલ્પના, શબ્દસામ્ય વગેરે બહુ મળતું છે. એ બન્ને ગ્રંથમાં પર્વત પોતે જ હિંસાત્મક યજ્ઞની પ્રવૃતિ કરે છે. પદ્મપુરાણમાં પર્વત તે જ જન્મમાં હિંસક યજ્ઞમાર્ગ પ્રવર્તાવે છે. અને પઉમરિયમાં તે મરણ પામી રાક્ષસ થઈ પૂર્વજન્મના શત્રુ નારદને બદલે લેવા હિંસક યજ્ઞ પ્રવર્તાવે છે. આ બન્ને માં મહાકાલ અસુરે પર્વત દ્વારા યજ્ઞવિધિ પ્રવર્તાવ્યાની વાત નથી, જેવી કે ઉત્તરપુરાણ અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં છે.
[ પઉમચરિય એકાદશઉ. ગા. ૧ થી શરૂ પૂ. ૬૨ થી.]
[૩] મત્સ્યપુરાણ ઉપર્યુક્ત જૈન વર્ણનનું મુખ્ય વસ્તુ નારદ અને પર્વતને યજ્ઞમાં અહિંસા યા હિંસા વિષે વિવાદ તથા તેમાં વસુનું વચ્ચે પડવું, અને તેનું પર્વતના પક્ષપાતી થવું એ છે. આજ વસ્તુ મત્સ્યપુરાણમાં છે, એમાં ફક્ત નારદ અને પર્વતને સ્થાને ઋષિ અને ઇન્દ્ર છે. બાકી બધો પ્રસંગ એક સરખે છે. મત્સ્યપુરાણમાંની એ વસુની કથા પ્રસ્તુત જૈનકથા સાથે સરખાવવા ટૂંકમાં નીચે આપવામાં આવે છે. આ સરખામણીમાં છેવટે વાચક જોઈ શકશે કે જૈન ગ્રમાં અને મત્સ્યપુરાણમાં છેવટે યાજ્ઞિકહિંસાને એકસરખી રીતે અવગણવામાં આવી છે અને તપને પ્રધાનતા આપવામાં આવી છે. આટલી સમાનતા છતાં એક મહત્વનું અંતર છે અને તે એક પ્રસ્તુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org