________________
૧૧૬ર ]
દર્શન અને ચિંતન વ્રતધારી શ્રાવકેનો સત્કાર કર્યો હતો તેઓ શ્રી મહાવીરના અવસાન પછી કુતીર્થ પ્રવર્તક થશે. મિથ્યા વચનથી વેદ નામક શાસ્ત્ર રચી તે દ્વારા યજ્ઞમાં પશુવધ કરશે અને અનેક આરંભપરિગ્રહમાં બંધાઈ પિતે જ મૂઢ બની લોકોને મોહમાં નાંખશે.”
આ વચન સાંભળી ભરત કુપિત થયો ને તે અભિમાની શ્રાવકેને નગર બહાર કરવા લેકેને કહ્યું. લેકે પણ ચિઢાઈ એ ભાવી બ્રાહ્મણોને પથ્થર આદિથી મારવા માંડ્યા. એ બિચારા શ્રી ઋષભદેવને શરણે ગયા. શ્રી ઋષભદેવે ભરતને વારી કહ્યું મા શુ અર્થાત એઓને ન હણ. ત્યારથી તેઓ માહણ (બ્રાહ્મણ) તરીકે પ્રસિદ્ધ થયા.
જેઓ સૌ પહેલાં પ્રજિત થઈ પાછા પ્રવજ્યાથી ભ્રષ્ટ થયા હતા તેઓ જ તાપસ અને પાખંડી થયા. તેઓના જ ભગુ, અંગીરા વગેરે શિષ્ય-પ્રશિષ્ય લેકેને કુશાસ્ત્રોથી મોહ પમાડતાં સંસારનું બીજ થયા. (જુઓ ચતુર્થ ઉ. ગા. ૬૮ થી ૮૮ પૃ. ૧૭).
() પદ્મપુરાણ - આનાં પૃ. ૩૮ તથા પૃ. ૪૬ માં પઉમચરિયની હકીકતને જ વિશદ કરી વર્ણવી છે તેમાં એટલું ઉમેર્યું છે કે ભ્રષ્ટ વલ્કધારી તાપસેમાંથી જ પરિવ્રાજક-દડિમત, સાંખ્ય-ગમત પ્રવર્તે.
(૪) આદિપુરાણ ભગવાન ઋષભદેવે અસિ (શસ્ત્રધારણ), મણિ (લેખન), કૃષિ(ખેતી) વિદા. વાણિજ્ય અને શિલ્પ એ છ કર્મો વડે આજીવિકા કરવાને લોકોને ઉપદેશ કર્યો, તે વખતે તેઓએ ત્રણ વર્ણ સ્થાપ્યા. શસ્ત્ર ધારણ કરનાર વૈશ્ય કહેવાયા. ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરનાર તે શુદ્ધ કહેવાયા. શૂદ્રો પણ કાર, –અકારુ એમ બે પ્રકારના થયા. બેબી, હજામ વગેરે કાર અને તે સિવાયના અકારુ. કારમાં પણ જે પ્રજાબાહ્ય તે અશ્વ અને બાકીના સ્પૃશ્ય થયા. દરેક વર્ણવાળા પિતાનું નિયત જ કર્મ કરતા. વિવાહ, જાતિસંબંધ આદિ બધે વ્યવહાર અને બધી નિર્દોષ આજીવિકા શ્રી ઋષભદેવે નકકી કર્યો પ્રમાણે જ ચાલતી. . (પર્વ ૧૬ શ્લેક ૧૭૯ થી ૧૮૮)
ભગવાનના વર્ણનમાં–તે ઋષભદેવ ગંગાને હિમાલય ધારણ કરે તેમ કંઠમાં હાર, કેડમાં કટિસૂત્ર અને ખભે યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરતા શોભતા. (શ્લેક. ૨૩૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org