________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૫a સાંખ્યતવકૌમુદી
આકથનથી અયુક્ત એવા શાક્યભિક્ષુ, નિથિક, સંસારચક વગેરે આગમાભાસોનું નિરાકરણ થાય છે. એ આગમનું અયુક્તપણું નીચેનાં કારણોથી જાણવું.
૧. મનુ વગેરેએ નિંદા કરી છે માટે. ૨. વેદરૂપ મૂળ રહિત છે માટે. ૩. પ્રમાણ વિરુદ્ધ અર્થને કહે છે માટે,
૪. કેઈક જ પ્લેચ્છ વગેરેએ અને પશુ જેવા અધમ પુરુષોએ સ્વીકાર કરેલે છે માટે.
સાંખ્યતત્ત્વકૌમુદી પૃ. ૪૧-૪૨ (કલકત્તા આવૃત્તિ).
[૨] પ્રતુસ્ત લેખમાળા માટે આગળ વૈદિક સાહિત્યને ઉપગ થયે છે. આ લેખમાં જૈન સાહિત્યને ઉપયોગ કરવા ધાર્યો છે. પ્રાચીન કાળમાં જૈન સાહિત્યને વિભાગ વસ્તુની દૃષ્ટિએ કરવામાં આવ્યો છે, જે બહુ વ્યાપક અને સર્વસંમત છે. પશ્ચિમીય વિદ્વાને વળી નવી જ દષ્ટિએ જૈન સાહિત્યને વિભાગ કરે છે. એ વિભાગોને બાજુએ રાખી એતિહાસિક અને તુલનાત્મક દષ્ટિએ લખવા ધારેલ પ્રસ્તુત લેખમાં વધારે ઉપયોગી થાય તેવા જૈન સાહિત્યના વિભાગ, માત્ર લેખની સગવડ ખાતર, નીચે પ્રમાણે કરવામાં આવે છે. ૧. આગમ
૩. ખંડનાત્મક ૨. ચરિત
૪. તર્ક તે પહેલા વિભાગમાં પ્રાચીન આગમ અને તેના ઉપરની બધી વ્યાખ્યાઓને સમાવેશ થાય છે.
બીજામાં મધ્યકાળમાં રચાયેલ કથા, આખ્યાન, આખ્યાયિકા આદિ જીવનવર્ણનવાળા ગ્રંથો આવે છે.
ત્રીજામાં મુખ્યપણે પરમતનું ખંડન કરી સ્વમતનું સ્થાપન કરવાના
૧. દ્રવ્યાનુયેગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુગ, ધર્મકથાનુગ. આ માટે જુઓ પુરાતત્ત્વ વર્ષ ૨ જું પૃ. ૧૨૨ પં. બેચરદાસજીને લેખ.
૨. તત્વવિદ્યા, વિશ્વવિદ્યા અને માનસશાસ્ત્ર. વિસ્તાર માટે જુઓ છે. લેયમાન લિખિત નિબંધને ગુજરાતી અનુવાદ : “બુદ્ધ અને મહાવીર” પૃ. ૩૩.
૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org