________________
૧૧૫૨]
દર્શન અને ચિંતન પ્રમાણેની યુક્તિઓ દ્વારા સ્થપાએલી છે. તથા એ માન્યતાના પ્રવર્તકોએ એ માન્યતાઓને શ્રુતિ સ્મૃતિમાં મળતાં અહિંસા, સત્ય, દમ, દાન અને દયા વગેરેના ભાવને ઢેળ ચડાવીને પોતાની સિદ્ધિના પ્રભાવે (એટલે ઝેર ઉતારવાની વિદ્યા, ઉચ્ચાટનવિદ્યા, ઉન્માદનવિદ્યા, મૂઠ મારવાની વિદ્યા-વગેરે કઈ સિદ્ધિના પ્રભાવે) આજીવિકા માટે ચલાવેલા છે.
જે અમે અમારે અનાદર દર્શાવીને એ માન્યતાઓની ઉપેક્ષા કરીને બેસી રહીએ અને એ માન્યતાઓનું અપ્રામાણિકપણું ન ઠરાવીએ તો બીજાઓ. પણ “એ માન્યતાઓનું અપ્રામાણિકપણું ન જ કરી શકે” એમ માનીને, સમદષ્ટિ બની જાય અથવા એ એ માન્યતાઓની શભા સુકરતા અને તર્ક. યુક્તતા જોઈને કે કળિકાળને લીધે યક્ત પશુહિંસા વગેરેનો ત્યાગ કરી ભ્રમમાં પડી જાય.
જે પિતે જાતે ક્ષત્રિય હોવા છતાં ક્ષત્રિચિત ધર્મનો ત્યાગ કરી ઉપદેશકો અને ભિક્ષુનો ધર્મ સ્વીકારે એવા તે સ્વધર્મીતિક્રમી મનુષ્ય વિષે “એ શુદ્ધ ધર્મને ઉપદેશ કરશે, એવો તે કાંઈ વિશ્વાસ રાખી શકાય? " જે મનુષ્ય પરલક વિરુદ્ધ પ્રવૃતિઓ કરે છે તેને ત્યાગ દૂરથી જ કરે જોઈએ-જે પિતાની જાતને છેતરે છે તે બીજાનું હિત શી રીતે કરી શકે ?
આ પ્રકારને ધર્મ વ્યતિક્રમ (ધર્મવાળ) બુદ્ધ વગેરેએ કરેલે છે અને એ હકીકત અલંકારબુદ્ધિ નામના ગ્રંથકારે આ પ્રમાણે જણાવેલી છે.
લેકમાં જે કાંઈ કાળાં કામ થાય છે તે બધાને ભાર મારા ઉપર, આવો અને લોક એ કાળાં કામના પરિણામથી મુક્ત બને” આ જાતને વિચાર એ અલંકાર બુદ્ધિએ બુદ્ધના નામે જણાવેલ છે. એથી એમ જણાય છે કે, તે બધે પિતાના ક્ષાત્ર ધર્મને ત્યાગ કરી લેકહિતને માટે બ્રાહ્મણચિત. ઉપદેશધર્મને સ્વીકારેલે અને સ્વધર્મને અતિક્રમ કરેલે–તંત્રવાર્તિક પૃ૧૧૧ શાંકરભાષ્ય
વળી બાહ્યાર્થવાદ વિજ્ઞાનવાદ, શૂન્યવાદ, એ પરસ્પર વિરુદ્ધ ત્રણે વાદને ઉપદેશ કરતા બુદ્ધ પિતાનું અસંબદ્ધ પ્રલાપીપણું સ્પષ્ટ કર્યું છે. અથવા લેકે ઉપર બુદ્ધને એવો પ્રદેષ છે કે આ બધી પ્રજા પરસ્પર વિરુદ્ધ અર્થનું જ્ઞાન કરી મેહમાં પડે.
[ શાંકર ભા. અ. ૨, પાંડ ૨, મૂ૦ ૩૨...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org