________________
૭૬૬]
દર્શન અને ચિંતન આધ્યાત્મિકતા
આધ્યાત્મિક્તા શ્રીમદમાં બીજરૂપે જન્મસિદ્ધ હતી. આધ્યાત્મિકતા એટલે મુખ્યપણે આત્મચિંતન અને આત્મગામી પ્રવૃત્તિ. એમાં સ્વનિરીક્ષણ અને તેને લીધે દેષનિવારણની તેમ જ ગુણ પિષવાની વૃત્તિને જ સમાવેશ થાય છે. આધ્યાત્મિક વૃત્તિમાં દેષદર્શન હેય તો મુખ્યપણે અને પ્રથમ પિતાનું જ હોય છે અને બીજા તરફ પ્રધાનપણે ગુણદષ્ટિ જ હોય છે. આખું “શ્રીમદ્રાચંદ્ર” પુસ્તક વાંચી જઈએ તે આપણું ઉપર પહેલી જ છાપ તેમની આધ્યાત્મિકતાની જ પડે છે. પુષ્પમાળાથી માંડી અંતિમ સંદેશ સુધીનું કોઈ પણ લખાણ લે અને તપાસ તે એક જ વસ્તુ જણાશે કે તેમણે ધર્મકથા અને આત્મકથા સિવાય બીજી કથા કરી નથી. ત્યારે તેઓ જુવાનીમાં પ્રવેશ કરે છે, ગૃહસ્થાશ્રમ માંડે છે અને અર્થોપાર્જનના ક્ષેત્રમાં ઊતરે છે, ત્યારે પણ તેમના જીવનમાંથી આપણે આધ્યાત્મિક વૃત્તિ જોઈ શકીએ છીએ. કામ અને અર્થના સંસ્કારે તેમને પિતા તરફ પરાણે જ ખેંચ્યા અને સહજવૃત્તિ તે તેમની ધર્મ પ્રત્યે જ હતી એ ભાન આપણને તેમનાં લખાણો ઉપરથી સ્પષ્ટ થાય છે. હવે એ જોઈએ કે આ ધર્મબીજ કઈ રીતે તેમનામાં વિકસે છે.
| બાવીસમા વર્ષને અંતે તેમણે જે નિખાલસ ટૂંકું આત્મસ્મૃતિનું ચિત્રણ કર્યું છે, તે ઉપરથી અને પુષ્પમાળા તેમ જ તે પછીની “કાળ ન મૂકે કેઈને અને ધર્મ વિશે” એ બે કવિતાઓમાં આવતા કેટલાક સાંપ્રદાયિક શબ્દો ઉપરથી એમ એનું લાગે છે કે તેમનો આધ્યાત્મિક સંસ્કાર પરંપરાગત વૈષ્ણવ ભાવનાને આશરે પોષાયો હતો, અને નાની જ ઉમરમાં એ સંસ્કારે જે બમણું વેગે વિકાસ સાચ્ચે, તે સ્થાનકવાસી જૈન પરંપરાના આશ્રયને લીધે. એ પરંપરાએ એમનામાં દયા અને અહિંસાની વૃત્તિ પિષવામાં સવિશેષ ફાળો આપે લાગે છે. જોકે તેમને બળ અને કુમાર જીવનમાં માત્ર સ્થાનકવાસી જૈન પરંપરાને જ પરિચય હતો, તે પણ ઉમર વધવા સાથે જેમ જેમ તેમનું ભ્રમણ અને પરિચયનું ક્ષેત્ર વધતું ગયું, તેમ તેમ તેમને અનુક્રમે મૂર્તિપૂજક શ્વેતાંબર અને પછી દિગંબર એ બે જૈન પરંપરાનો પણ પરિચય થયો, અને તે પરિચય વધારે પિષા. વૈષ્ણવ સંસ્કારમાં જન્મી ઊછરેલી અને સ્થાનકવાસી પરંપરાથી સવિશેષ આશ્રય પામેલી તેમની આધ્યાત્મિકતા આપણે જૈન પરિભાષામાં વાંચીએ છીએ. તત્વરૂપે આધ્યાત્મિકતા એક જ હોય છે, પછી તે ગમે તે જાતિ કે ગમે તે પંથમાં જન્મેલ પુષમાં વર્તતી હેય. ફક્ત એને વ્યક્ત કરનાર વાણી જુદી જુદી હોય છે. આધ્યાત્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org