________________
-૧૧૧૬ ]
દર્શન અને ચિંતન ૩. અગ્નિપુરાણમાં એ જ દેવાસુર યુદ્ધને પ્રસંગ લઈ કહેવામાં આવે છે કે જીતેલા અસૂરોને અધાર્મિક અને નિર્બળ બનાવવા ઈશ્વરે બુદ્ધાવતાર લઈ તેઓને બૌદ્ધ બનાવ્યા, અને પછી આહંત અવતાર લઈ એ અસુરને જૈન બનાવ્યા. એ રીતે વેદબાહ્ય પાખંડધર્મો અસ્તિત્વમાં આવ્યા.
૪. વાયુપુરાણમાં બૃહસ્પતિ અને સંયુને સંવાદ છે. બૃહસ્પતિ કહે છે કે નગ્નની નજરે પડેલી શ્રાદ્ધની કઈ વસ્તુ પૂર્વજોને નથી પહોંચતી. એ સાંભળી શં, નગ્નનો અર્થ પૂછે છે. ઉત્તરમાં બૃહસ્પતિ કહે છે કે વેદત્રયી છેડનાર તે નગ્ન. આગળ વધી તે દેવાસુરયુદ્ધની કથાને ઉલ્લેખ કરી તે યુદ્ધમાં હારેલ અનુચરે દ્વારા ચાર વર્ણોની પાખંડસૃષ્ટિ થયાનું જણાવે છે.
૫. શિવપુરાણમાં જૈનધર્મની ઉત્પત્તિનું વર્ણન આપતાં પ્રસંગે વિષ્ણુના જ મુખથી પિતાના અને બ્રહ્માના કરતાં શિવનું મહત્ત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. અને વેદધર્મથી બળવાન બનેલા ત્રિપુરવાસીઓને અધર્મપ્રાપ્તિધારા નિર્બળ બનાવવા વિષ્ણુ દ્વારા જ એક જૈનધર્મને ઉપદેશક પુરુષ સર્જાવવામાં આવ્યો છે અને એ પુરુષ મારફત અનેક પાખંડે ફેલાવવાનું કહેવામાં આવ્યું છે. છેવટે એ પાખંડધર્મને સ્વીકારથી અને વેદધર્મના ત્યાગથી નબળા પડેલા દૈત્યના નિવાસસ્થાન ત્રિપુરને શિવને હાથે દાહ કરાવવામાં આવ્યો છે અને વિષ્ણુને એ કાર્ય સાધવાની ખટપટ બદલ કૃતકૃત્ય રૂપે વર્ણવવામાં આવ્યા છે.
૬. પદ્મપુરાણમાંથી અહીં ચાર પ્રસંગે લેવામાં આવ્યા છે. પહેલે પ્રસંગ વેનનો: બીજે દે અને બનાવટી શક્ર વચ્ચેના સંવાદને; ત્રીજો બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ્વર એ ત્રણમાં મેટા દેવ કેણુ એ વિષેના ઋષિઓના વિવાદને, અને ચોથે પ્રસંગ શિવ અને પાર્વતીના ગુપ્ત વાર્તાલાપનો.
પહેલા પ્રસંગમાં માત્ર જેને પ્રદેશક પાસેથી જૈનધર્મનું સ્વરૂપ જાણ વેને વૈદિક ધર્મને ત્યાગ કર્યાનું વર્ણન છે.
બીજા પ્રસંગમાં ઇન્દ્રને સ્વર્ગમાં નિર્ભયતાપૂર્વક રહેવા માટે દિને મૃત્યુલોકમાં રાખી મૂકવાની ખટપટની કથા છે. એ માટે તેઓને જૈનધમ બનાવી ઈચ્છા પૂર્વક તેઓ પાસે મૃત્યુલોકને નિવાસ સ્વીકારાવવામાં આવ્યું છે. - ત્રીજા પ્રસંગમાં બ્રહ્મા અને સ્ત્રનું સ્વરૂપ ગર્હિત કેમ થયું તેમ જ વિષ્ણુનું સ્વરૂપ પૂજ્ય કેમ બન્યું એ બતાવવા માટેની એક બીભત્સ કથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org