________________
૧૧૧૪ ]
દર્શન અને ચિંતન પડેલે એ કોઈ વિષય ભાગ્યે જ હશે કે જેનું પુરાણોમાં વર્ણન ન હેય. ધર્મ હોય કે તત્ત્વજ્ઞાન, આચાર હોય કે નીતિ, સંગીત હોય કે ચિત્ર, ભૂગોળ હોય કે ખગળ, ગમે તે ; તેનું કાંઈક ને કાંઈક વર્ણન પુરાણોમાં મળે જ. તેથી પુરાણસાહિત્ય એ વહેતી નદીની પેઠે તીર્થસ્થાનની જેમ સર્વ ગ્રાહ્ય થઈ પડેલ છે. લોકહૃદયના જળના સારા અને નરસા એ બંને ભાગે પુરાણસાહિત્યની વહેતી નદીમાં દાખલ થયા છે; અને એ દાખલ થયેલા ભાગો પાછા ફરી લોકહૃદયમાં પ્રવેશતા જ જાય છે.
ઉપપુરાણો અનેક છે, પણ મુખ્ય પુરાણે અઢાર કહેવાય છે. તેની રચનાનો સમય સર્વીશે નિશ્ચિત નથી, પણ સામાન્ય રીતે એની રચના વિક્રમ સંવત પછીની મનાય છે. પુરાણોના પૌર્વાપર્ય વિષે પણ અનેક મતો છે. છતાં વિષ્ણુપુરાણ પ્રાયઃ પ્રાચીન ગણાય છે. છ પુરાણમાં વિષ્ણુ, છમાં શિવ, અને છમાં બ્રહ્માની પ્રધાનતા છે. સંપ્રદાય ગમે તે હોય પણ એ બધાં પુરાણો વૈદિક છે. અને તેથી વેદ, સ્મૃતિ, યજ્ઞ, વર્ણાશ્રમધર્મ, બ્રાહ્મણ, દેવ, શ્રાદ્ધ, આદિને સશે માનનારા હેઈ તેની પ્રતિષ્ઠા સ્થાપે છે. આ કારણથી કેટલાંક પુરાણમાં પ્રસંગે પ્રસંગે વૈદિકેતર સંપ્રદાયે વિષે ખૂબ વિરોધ નજરે પડે છે. ઘણી જગાએ તે એ વિરોધમાં અસહિષ્ણુતાનું જ તત્ત્વ મુખ્ય સ્થાન ભેગવે છે. વૈદિકેતર સંપ્રદાયમાં મુખ્યપણે જૈન, બૌદ્ધ અને કવચિત ચાર્વાક સંપ્રદાયની સામે જ પુરાણકારોએ લખ્યું છે. પણ મતાંધતા, અસહિષ્ણુતા કે દેષ એ એક એવી ચેપી વસ્તુ છે કે એક વાર જીવનમાં દાખલ થયા પછી તેને ઉપગ ક્યાં કરે કે ન કરે એ વિવેક જ રહી નથી શકતો. આ કારણથી શું વૈદિક, શું જૈન, કે શું બૌદ્ધ કઈ પણ સંપ્રદાયના સાહિત્યમાં જેમ ઈતર સંપ્રદાય પ્રત્યે અસહિષણુતા નજરે પડે છે તેમ તેમાંના કોઈ એકસંપ્રદાયના પટાભેદો વચ્ચે પુષ્કળ અસહિષ્ણુતા નજરે પડે છે. તેથી જ આપણે વૈષ્ણવ સંપ્રદાયની પ્રધાનતાવાળાં પુરાણોમાં શૈવ આદિ સંપ્રદાયે પ્રત્યે અને શિવ સંપ્રદાયની પ્રધાનતાવાળાં પુરાણોમાં વૈષ્ણવ આદિ અન્ય સંપ્રદાય પ્રત્યે અસહિષ્ણુતા જોઈએ છીએ. શિવપુરાણમાં વિષ્ણુનું પદ શિવ. કરતાં હલકું સિદ્ધ કરવાનો પ્રયત્ન છે, તે પાપુરાણમાં શૈવ સંપ્રદાયની લઘુતા બતાવવાનો પ્રયત્ન છે. જે થોડાક નમૂનાઓ આગળ આપવામાં આવે છે તે ઉપરથી પેટભેદ પ્રત્યેની અને ઈતર સંપ્રદાય પ્રત્યેની એમ બંને પ્રકારની અસહિષ્ણુતા લક્ષ્યમાં આવી શકશે.
કોઈ પણ એક કે અનેક વિધી સંપ્રદાય વિષે લખવાની અગર તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org