________________
૧૧૧૨ ]
દર્શન અને ચિંતન લઈએ. વિક્રમના પૂર્વવત વૈદિક સાહિત્યમાં સાંપ્રદાયિક્તા નથી જ એમ તે ન જ કહી શકાય; પણ તે ત્યાર પછીના સાહિત્યમાં દેખાય છે તેવી ઉગ્ર અને સ્પષ્ટ નથી. વિક્રમના સમય દરમિયાનનું કે ત્યાર બાનું પુરાણસાહિત્ય બધા શ્રમણુપક્ષીય છે. એઓને બ્રાહ્મણગ્રંથમાં નાસ્તિક શબ્દથી પણ ઓળખાવ્યા છે.
नास्तिको वेदनिन्दकः । मनुस्मृति० अ० २ श्लो० ११ આ બે વર્ગના વિરોધના ઈતિહાસનું મૂળ કે બહુ જૂનું છે અને તે બન્ને વર્ગના પ્રાચીન સાહિત્યમાં દેખાય છે, છતાં વ્યાકરણશાસ્ત્રમાં આ વિરોધનું ઉદાહરણ સૌથી પહેલાં જિનેન્દ્રબુદ્ધિના ન્યાસમાં અત્યારે જોવામાં આવ્યું છે. જિતેંદ્રબુદ્ધિ એ બૌદ્ધ વિદ્વાન છે. તેને ન્યાસ કાશિકા ઉપર છે. કાશિકા એ વામન અને જયદિત્ય ઉભયની બનાવેલી પાણિનીય સૂત્રો ઉપરની બહદુવૃત્તિ છે. જિતેંદ્રબુદ્ધિને સમય ઈવી. ૮ મે સકે મનાય છે. ત્યારબાદ કેટના મહાભાષ્ય ઉપરના વિવરણમાં એ ઉદાહરણ મળે છે. કેયટને સમય ૧૧ મો સંકે મનાય છે. જુઓ “સીસ્ટીમ્સ ઓફ સંસ્કૃત ગ્રામર એસ. કે. બવલ્કર પરિશિષ્ટ-૩.” ત્યાર બાદ આચાર્ય હેમચંદ્રના પત્ત શબ્દાનુશાસનમાં એ ઉદાહરણ મળે છે. મહાભાષ્ય ચાંદ્ર કે કાશિકા જેવા પ્રાચીન વ્યાકરણગ્રંથમાં એ ઉદાહરણ નથી. પણ સાતમા સૈકા પછીના વ્યાકરણગ્રંથમાં એ ઉદાહરણ છે. એ બીને પણ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. આ સમય પૌરાણિક સમય, અને પૌરાણિક સમય એટલે સંપ્રદાયના વિરોધને સમય. તેથી જ તે વિરોધની અસરની નોંધ વૈયાકરણે પણ લીધા વિના રહેતા નથી.
ત્રાજ્ઞાનાતિવમ્ એવું ઉદાહરણ છે. તેની એકાદ દક્ષિણની પ્રતિમાં મળત્રાહ્મણે એવો પણ પાઠ છે. જુઓ પૃ. ૪૪૭, જિતેંદ્રબુદ્ધિના ન્યાસમાં.
કેયટ બાહ્ય અને હેમચંદ્ર ગ્રાળકમળ ઉદાહરણ આપે છે. જુઓ અનુક્રમે મામા વીર્થોત ૨-૪-૯ પૃ. ૭૮૧ કલકત્તા આવૃત્તિ હૈ૦ ૩-૧-૧૪૧.
શાકટાયનની અમોઘતિ આ ટિપ્પણ લખતી વખતે હસ્તગત નથી; પણ એમાં એ ઉદાહરણ હોવાનું સંભવ છે. કારણ તેની રચના પણું પૌરાણિક વિરોધના યુગમાં જ થયેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org