________________
ઇ૬૦ ]
દર્શન અને ચિંતન
કઈ વસ્તુ છે. કોઈ પણ સમજુ વ્યક્તિ શ્વાસોચ્છવાસ કે પ્રાણને જીવનની મૂળ આધારશક્તિ માની નહિ શકે, કારણ કે કઈ કઈ સમયે ધ્યાનની વિશિષ્ટ અવસ્થામાં પ્રાણને સંચાર ચાલુ ન રહેવા છતાં જીવનશક્તિ એમ ને એમ રહે છે. આ ઉપરથી માનવું પડે છે કે આધારભૂત શક્તિ કોઈ બીજી જ છે. અત્યાર સુધીના બધાયે આધ્યાત્મિક સૂક્ષ્મ અનુભવીઓએ એ આધારશક્તિને ચેતના કહી છે. ચેતના એવી એક સ્થિર તથા પ્રકાશમાન શક્તિ છે કે જે શારીરિક, માનસિક તથા ઇન્દ્રિયવિષયક વગેરે બધાંયે કાર્યો ઉપર જ્ઞાનને, સમજને, પરિજ્ઞાનને પ્રકાશ સતત ફેંક્યા કરે છે. ભલે ઈન્દ્રિય કઈ પણ પ્રવૃત્તિ કરે, ભલે મન ગમે ત્યાં ગતિ કરે, ભલે શરીર કઈ પણ વ્યાપાર કરે, પરંતુ એ બધાંનું સતત ભાન કોઈ એક શક્તિને થોડું થોડું થયા જ કરે છે. આપણે દરેક અવસ્થામાં આપણી શારીરિક, ઈન્દ્રિયવિષયક તથા માનસિક ક્રિયાઓથી જે ચેડા પરિચિત રહ્યા કરીએ છીએ તે કયા કારણે ? જે કારણથી આપણને આપણી ક્રિયાઓનું સંવેદન થાય છે એ જ ચેતનાશક્તિ છે, તથા આપણે એનાથી વધારે કે ઓછા કશું પણ નથી. ચેતનાની સાથે ને સાથે જ બીજી એક શક્તિ ઓતપ્રોત છે, જેને સંકલ્પશક્તિ કહેવામાં આવે છે. ચેતના જે કાંઈ પણ સમજે કે વિચારે તેને કાર્યાન્વિત કરવું કે મૂળ રૂપમાં લાવવું એ જે ચેતનાની સાથે બીજું કોઈ બળ ન હોય તે ન બની શકે અને ચેતનાની બધીયે સમજ નકામી જાય તથા આપણે જ્યાંના ત્યાં જ રહીએ. આપણે અનુભવ કરીએ છીએ કે સમજણ કે દર્શન અનુસાર એક વાર સંક૯પ થયો કે ચેતના પૂર્ણરૂપે કાર્યાભિમુખ થાય છે; જેમ કે કૂદનાર વ્યક્તિ કૂદવાનો સંકલ્પ કરે છે તે બધુંયે બળ એકઠું થઈને એને કુદાવી નાખે છે. સંકલ્પશક્તિનું કામ બળને વિખેરાઈ જતાં રોકવાનું છે. સંકલ્પશક્તિનું બળ મળતાં જ ચેતના ગતિશીલ થાય છે તથા પિતાનું સાધ્ય સિદ્ધ કરીને જ સંતોષ પામે છે. આ ગતિશીલતાને ચેતનાનું વીર્ય સમજવું જોઈ એ. આ પ્રમાણે જીવનશક્તિના મુખ્ય ત્રણ અંશ છેઃ ચેતના, સંક૯પ તથા વીર્ય કે બળ. આ ત્રણ અંશવાળી શક્તિને જ જીવનશક્તિ સમજવી, જેને અનુભવ આપણને દરેક નાનામોટા સર્જનકાર્યમાં થાય છે. જે સમજણ ન હોય, સંકલ્પ ન હોય તથા પુરુષાર્થ–વીર્યગતિ ન હોય તે કઈ પણ સજન થઈ જ નથી શકતું. એ ધ્યાનમાં રાખવાનું છે કે જગતમાં એ કઈ પણ નાને કે મોટો જીવનધારણ કરનાર શરીરી નથી કે જે કોઈ ને કોઈ પ્રકારનું સર્જન ન કરતે હોય. આ ઉપરથી પ્રાણીમાત્રમાં ઉપર દર્શાવેલ ત્રણ અંશવાળી જીવનશક્તિ છે તે સમજાય છે. આમ તો આવી શક્તિને જેવી રીતે આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org