________________
જૈન તત્ત્વજ્ઞાન
અપવર્ગનાં નામ આપી વર્ણવેલ છે. વેદાંત દર્શનમાં સંસાર, સાક્ષાત્કાર અને બ્રહ્મભાવના નામથી એ જ વસ્તુ દર્શાવવામાં
જૈન દર્શનમાં બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્માની ત્રણ સક્ષિપ્ત ભૂમિકાને જરા વિસ્તારી ચૌદ ભૂમિકારૂપે પણ વણુ વેલી છે, જે જૈન પરંપરામાં ગુણસ્થાનના નામથી જાણીતી છે. ચેાગવાસિષ્ઠ જેવા વેદાન્તના ગ્રન્થામાં પણ સાત અજ્ઞાનની અને સાત જ્ઞાનની એમ ચૌદ આત્મિક ભૂમિકાઓનું વર્ણન છે. સાંખ્ય-યોગ દર્શનની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિર્દ એ પાંચ ચિત્તભૂમિકાએ પણ એ જ ચૌદ ભૂમિકાનું સક્ષિપ્ત વર્ગીકરણ માત્ર છે. બૌદ્ધ દનમાં પણ એ જ આધ્યાત્મિક વિકાસક્રમને પૃથઞ્જન, સાતાપન્ન આદિ તરીકે છ ભૂમિકામાં વહેંચી વર્ણવેલા છે. આ રીતે આપણે બધાં જ ભારતીય દશનામાં સંસારથી મેક્ષ સુધીની સ્થિતિ, તેના ક્રમ અને તેનાં કારણો વિશે તદ્દન એક મત અને એક વિચાર વાંચીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે જ્યારે બધાં જ નાના વિચારામાં મૌલિક એકતા છે ત્યારે પંચ પંથ વચ્ચે કદી ન સધાય એવા આટલા બધા ભેદ કેમ દેખાય છે?
[ ૧૦૫
અવિદ્યા, બ્રહ્મ; આવી છે.
આના ઉત્તર સ્પષ્ટ છે. પથાની ભિન્નતા મુખ્ય એ વસ્તુઓને આભારી છે: તત્ત્વજ્ઞાનની જુદાઈ અને ખાદ્ય આચારવિચારની જુદાઈ. કેટલાક પથા તો એવા જ છે કે જેમના બાહ્ય આચારવિચારમાં તફાવત હોવા ઉપરાંત તત્ત્વજ્ઞાનની વિચારસરણીમાં પણ અમુક ભેદ હોય છે; જેમ કે વેદાન્ત, ઔદ્ધ અને જૈન આદિ પૃથા. વળી કેટલાક પંથે! કે તેના કાંટાઓ એવા પણ હાય છે કે જેમની તત્ત્વજ્ઞાન વિષયક વિચારસરણીમાં ખાસ ભેદ હોતા જ નથી, તેમના ભેદ મુખ્યત્વે ખાદ્ય આચારને અવલખી ઊભે થયેલા અને પેાષાયેલા હાય છે; દાખલા તરીકે જૈન દર્શનની શ્વેતાંબર, દિગબર અને સ્થાનકવાસી એ ત્રણે શાખાએ ગણાવી શકાય.
આત્માને કાઈ એક માને કે કાઈ અનેક માને, કાઈ ઈશ્વરને માને કે કાઈ ન માને ત્યાદિ તાત્ત્વિક વિચારણાના ભેદ બુદ્ધિના તરતમભાવ ઉપર નિર્ભર છે અને એ તરતમભાવ અનિવાય છે. એ જ રીતે ખાદ્ય આચાર અને નિયમાના ભેદ બુદ્ધિ, રુચિ તેમ જ પરિસ્થિતિના ભેદમાંથી જન્મે છે. કાઈ કાશી જઈ ગંગાસ્નાન અને વિશ્વનાથના દર્શનમાં પવિત્રતા માને, કાઈ મુદ્દે ગયા અને સારનાથ જઈ યુદ્ધના દર્શનમાં કૃતકૃત્યતા માને, કોઈ શત્રુંજયને ભેટી સફળતા માને, કાઈ મક્કા અને જેરૂસલેમ જઈ ધન્યતા માને, એ જ રીતે ાઈ અગિયારસના તપ-ઉપવાસને અતિ પવિત્ર ગણે, ખીજો કાઈ અષ્ટમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org