________________
૯૫૮ ]
દર્શન અને ચિંતન
તા શું વાત, એના પ્રત્યેક અંશમાં શંકા, દુઃખ તથા ચિન્તાના ભાવ ભરેલા હાવાને કારણે ઘડિયાળના લાલકની જેમ તે મનુષ્યના ચિત્તને અસ્થિર રાખે છે. ધારા કે યુવક કે યુવતી પોતાના પ્રેમપાત્ર પ્રત્યે સ્થૂળ મેહને કારણે ખૂબ જ દત્તચિત્ત રહે છે; એની પ્રત્યે ફતવ્ય પાળવામાં કાઈ પણ ત્રુટિ આવવા નથી દેતાં. એમાં એને રસાનુભવ તથા સુખસંવેદન પણ થાય છે. તાપણ ઝીણવટથી પરીક્ષા કરવામાં આવે તે જણાઈ આવશે કે તે સ્થૂળ માહ જો સૌન્દર્ય કે ભાગલાલસામાંથી ઉત્પન્ન થયા હશે તેા કાણુ જાણે કઈ ક્ષણે તે નષ્ટ થઈ જશે, કઈ ક્ષણે તે એ થઈ જશે કે ખીજા રૂપમાં ફેરવાઈ જશે. જે ક્ષણે યુવક કે યુવતીને પ્રથમના પ્રેમપાત્ર કરતાં ખીજુ કાઈ વધારે સુંદર, વધારે સમૃદ્ધ, વધારે બળવાન કે વધારે અનુકૂળ પ્રેમપાત્ર મળશે એ જ ક્ષણે એનું ચિત્ત પ્રથમના પાત્ર તરફથી ખસી જઈ બીજા તરક ઝૂકશે. એ ઝૂકવાની સાથે જ પ્રથમ પાત્રની પ્રત્યે કર્તવ્યપાલનનું ચક્ર, જે પહેલાંથી ચાલતુ હતું, તેની ગતિ તથા દિશા બદલાઇ જશે. ખીજા પાત્ર પ્રત્યે પણ તે ચક્ર ચેાગ્યરૂપે ચાલી નહિ શકે તથા મેાહને! રસાનુભવ, જે કતવ્યપાલનથી સંતુષ્ટ થઈ રહ્યા હતા તે રસાનુભવ, કર્તવ્યપાલન કરવાથી કે નહિ કરવાથી અતૃપ્ત જ રહેશે. માતા માહવશ થઈ પાતાથી ઉત્પન્ન થયેલ બાળક પ્રત્યે પેાતાનું જે કાંઈ પણ હોય તે બધું અર્પણ કરી રસાનુભવ કરે છે, પરંતુ એની પાછળ જો કેવળ માહના ભાવ હોય તો રસાનુભવ તદ્દન અસ્થિર તથા સંકુચિત થઈ જાય છે. ધારા કે તે બાળક મરી ગયું અને એના બદલામાં એના કરતાં પણ વધારે સુંદર તથા વધારે હૃષ્ટપુષ્ટ બાળક ઉછેરવા માટે મળ્યું કે જે બિલકુલ માહીન હાય; પરંતુ આવા નિરાધાર તથા સુંદર બાળકને મેળવીને પણ તે બાળકરહિત થયેલ માતા તે નિરાધાર અને સુંદર બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરવામાં આનંદ કે રસાનુભવ નહિ માને, જે તે પેાતાથી ઉત્પન્ન થયેલ પેાતાના બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરવામાં માનતી હતી. આનુ કારણ શું છે? ખાળક તા પહેલા કરતાં પણ વધારે સારું મળ્યુ છે. એ માતામાં બાળકની સ્પૃહા તથા અર્પણ કરવાની વૃત્તિ પણ છે. પેલું નિરાધાર ખાળક પણ માતા વિનાનું હોવાથી આવી બાળકની અપેક્ષા રાખતી માતાની પ્રેમવૃત્તિનું અધિકારી છે. તેપણ તે માતાનું ચિત્ત તે ખાળક પ્રત્યે મુક્ત ધારાથી નથી વહેતું. એનું કારણ એક જ છે અને તે એ કે તે માતાની સસ્વ ન્યોછાવર તથા અર્પણ કરવાની વૃત્તિના પ્રેરક ભાવ કેવળ માહ હતા, જે સ્નેહ હાવા છતાં પણ વ્યાપક તથા શુદ્ધ ન હતા. આ કારણથી તે માતાના હૃયમાં એ ભાવ હેાવા છતાં એમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org