________________
દંપતીજીવનના દસ્તાવેજી પત્ર
[૩૬] શ્રી. ઈન્દુલાલ યાજ્ઞિક કેવળ ગુજરાતના જ સેવક નથી, પણ તેઓ વિશિષ્ટ રાષ્ટ્રીય સેવકોમાંના એક અસાધારણ છે. તેમણે પોતાની આત્મકથા લખવા માંડી છે. તેને બીજો ભાગ પણ પ્રસિદ્ધ થઈ ગયા છે. જેણે જેણે એ ભાગે વાંચ્યા હશે તે બધા આગળના ભાગોની અતિ ઉત્કંઠાપૂર્વક રાહ જોઈ રહ્યા હશે એમ મને લાગે છે. “ગૃહમાધુરીમાં એ બંને ભાગે વિશે લખવું પ્રસ્તુત નથી, અને અત્યારે હું એટલે સ્વસ્થ પણ નથી.
પરંતુ બીજા ભાગમાં શ્રી. ઈન્દુભાઈના દંપતી જીવન ઉપર પ્રકાશ નાખતે જે ભાગ આવે છે તે વિશે “ગૃહમાધુરી'નાં વાચક–વાચિકાઓ સમક્ષ કાંઈક લખવાનું મન થઈ આવે છે. એમ તે શ્રી. ઈન્દુભાઈએ પિતે જ પિતાના લગ્નજીવન વિશેની, ઘણાને માટે અજ્ઞાત એવી સમસ્યા ઉપર “લગ્નજીવનની વિદના ” એ મથાળા નીચે આદ્ર-કરુણ વાણીમાં પિતાનું નિખાલસ હૃદય ઠાલવ્યું છે, જે એમની સચ્ચાઈને અમર દસ્તાવેજ બની રહે છે. તેથી એ વિશે અત્રે મારે કશું વિશેષ કહેવું નથી. કહેવું હોય તો તે એટલું જ કે વાંચી અને સમજી શકે એવા બધા જ ગુજરાતી ભાષા જાણનારાઓ તે વાંચે વિચારે. મુખ્યત્વે અત્રે જે કહેવું છે તે તો એમનાં સદ્ગત પત્ની બહેન કુમુદના એ જ ભાગમાં પ્રસિદ્ધ થયેલા બે પ વિશે. આ બે પત્ર દંપતીજીવનની આર્યનારીના હૃદયમાં કેવી પ્રતિષ્ઠા છે એના અમર દસ્તાવેજો છે. કુમુદના સુકુમાર હૃદયમાંથી નીતરતી પતિનિશા એમાં વ્યક્ત થાય છે. એક ઋષિકલ્પ કવિએ ઉચ્ચાર્યું છે કે—માર્ચમાર્યક્ષેતન્. તે કુમુદના જીવનમાં તંતમંત દેખાય છે. ઋષિના વક્તવ્યને ભાવ એ છે કે આર્યત્વ એ ગુણસિદ્ધ છે, નહિ કે જન્મસિદ્ધ; અને તેનું વ્યવહારમાં અનુભવી શકાય એવું એકમાત્ર સ્વરૂપ એ છે કે આર્ય કે આર્યાની સંગતિ કદી જરાછર્ણ થતી નથી–સદા એકસરખી જીવંત રહે છે. કુમુદના બંને પત્ર પૈકી એકેએક વાક્ય એના આય. -નારીત્વને પુરાવે છે. આવી સહજ યોગ્યતા ધરાવનાર કુમુદ ઈન્દુભાઈ જેવા સહદય સેવાભાવી પુરુષ દ્વારા કેમ ઉપેક્ષા પામી હશે એ પ્રશ્ન વાચકને મૂંઝવે છે ખરે. એને ઉત્તર શકુન્તલાના આખ્યાનમાંથી નથી મળતું ? શકુન્તલાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org