________________
૯૯૨ ]
ભદ્રા—પણ આપ કયાં જાઓ છે ? કાશ્યપ—હું હવે પ્રત્રજ્યા લેવાના છું. ભદ્રા—આપના આ વિચાર મને પણ પસંદ છે. હું પણ આપની પાછી આવું છું.
દર્શન અને ચિંતના
મહાકાશ્યપ પરિવ્રાજકના વેશમાં ધરમાંથી બહાર પડયો. ભદ્રા પણ એની પાછળ પાછળ પરિત્રાજિકા થઈ નીકળી પડી. એમના નોકરચાકરાએ તથા માલિકીના ગામમાં રહેનારી રૈયતે એમને ઓળખી કાઢવાં અને પાછા ફરવા માટે અતિશય આગ્રહ કર્યો, પણ મહાકાશ્યપને વિચાર જરા પણ ડગ્યા નહિ. ગામથી કેટલેક દૂર ગયા પછી એણે ભદ્રાને કહ્યુ, “ ભદ્રા ! તારા જેવી સુંદરી સ્ત્રી મારી પાછળ પાછળ આવતી જોઈ, પ્રત્રજ્યા લીધી તેપણ આ બન્નેને ધર સંબંધ તૂટથો નથી, એવી કુકલ્પના લેાકાના મનમાં આવે એવા સંભવ છે. આવા વિકારમય વિચારાને માટે આપણે કારણભૂત કેમ થવું ? ચાલ, આ એ રસ્તા જુદા પડે છે, તું એક રસ્તે જા અને હું બીજે રસ્તે જઈશ.
""
ભદ્રા—આપ કહા છે. તે ઠીક છે. આપ મેટા છે, તેથી આપ જમણે રસ્તે જાઓ અને હું ડામે રસ્તે જઈશ. (બૌદ્ધસધને પરિચય, પૃ. ૧૯૦) જૈનયુગ, જ્યેષ્ઠ ૧૯૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org