________________
[ ૯૯૧
સ્ત્રી-પુરુષના બળાબળની મીમાંસા મૂકી ત્યાં વિશ્રાંતિ લેવા બેઠા. કૌશિક ગેત્રના એક બ્રાહ્મણની દાસી એની (બ્રાહ્મણની) દીકરી ભદ્રાને નવડાવી જાતે નાહવા માટે નદીએ આવી. તે સુવર્ણ પ્રતિમા જોઈ પોતાના શેઠની દીકરી ત્યાં આવી હોય એ એને ભાસ થયો અને મોટેથી હાથ ઊંચો કરી બોલી, “અલી એ ! એકલી અહીં આવી બેસતાં તને શરમ નથી આવતી ?” એ બ્રાહ્મણો બેલ્યા, “આવી જાતની સુંદર સ્ત્રી પણ કઈ છે?”
- દાસી—“તમારી આ પ્રતિમા જડ છે, પણ અમારી ભદ્રા સૌન્દર્યની જીવંત મૂર્તિ છે. આ પ્રતિમા સાથે એની તુલના કેમ કરી શકાય ?”
એ બ્રાહ્મણે કૌશિક બ્રાહ્મણને ઘેર ગયા અને “અમે કાશ્યપના બાપ તરફથી એના છોકરા માટે કન્યા શોધવા નીકળ્યા છીએ અને અમારી ખાતરી છે કે આપની છોકરી કાશ્યપને પસંદ પડશે... વગેરે સર્વ કહ્યું. કાશ્યપનો બાપ કપિલ બ્રાહ્મણ પણે પ્રસિદ્ધ હતા, તેથી આવા કુટુંબમાં પિતાની છોકરી જાય એ કૌશિકને ગમતી વાત હતી. બ્રાહ્મણનું કહેવું એને પસંદ પડ્યું અને એ પ્રમાણે પરસ્પર કુટુંબમાં પત્રવ્યવહારથી વિવાહ નકકી થયે.
કાશ્યપની ઉંમર વીસ વર્ષની અને ભદ્રાની સોળ વર્ષની હતી. વિવાહ નકકી થયાની વાત જાણવામાં આવી કે તરત જ એ બન્નેએ એવા આશયના કાગળ લખી મોકલ્યા કે સંસારમાં રહેવાની મારી ઇચ્છા નથી, તેથી લગ્નપાશમાં બદ્ધ થવાથી નકામે ત્રાસ માત્ર થશે. આ બન્ને કાગળ ભદ્રા તથા કાશ્યપના વાલીઓના હાથમાં આવ્યા અને એમણે એ વાંચીને બારેબાર ફાડી નાખ્યા.
કાચી ઉંમરના છે; ફાવે તે સારાનરસે વિચાર મનમાં લઈ બેસે છે.” --એમ એમને લાગ્યું હોય એમાં નવાઈ નથી. એ રીતે મહાકાશ્યપ અને ભદ્રાને ઈચ્છા ન હોવા છતાં લગ્નપાશમાં બદ્ધ કરવામાં આવ્યાં.
એ વખતના રિવાજ પ્રમાણે રાત્રે બનેને એક જ શયનગૃહમાં અને એક જ પલંગ પર સૂવું પડતું, પરંતુ બન્નેની વચમાં બે ફૂલના હાર મૂકી ભદ્રા કાશ્યપને કહેતી, “જેના પુષ્પનો હાર કરમાઈ જાય તેના મનમાં કામવિકાર ઉત્પન્ન થયે એમ સમજવું.” જ્યાં સુધી મહાકાશ્યના પિતા જીવતા હતા ત્યાં સુધી એ કે ભદ્રા ઘર છેડી શકે તેમ ન હતું, પણ તે ઘરમાં રહેવાથી એમના અખંડ બ્રહ્મચર્યમાં અને ઉદાત્ત પ્રેમમાં કદી પણ ખલેલ પડી નહિ. જ્યારે મહાકાશ્યપનાં માબાપ મરણ પામ્યાં ત્યારે તેણે ભદ્રાને કહ્યું, “તેં પિતાને ઘેરથી આણેલું દ્રવ્ય તથા આ ઘરમાં જે છે તે બધું દ્રવ્ય આજથી તારું છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org