________________
૭૫૦ ]
દર્શન અને ચિંતન સ્વામી, શ્રી. પ્રભવસ્વામી વગેરે આચાર્ય એવો સ્પષ્ટ કરે છે. તે ઉપરથી વિશેષાવશ્યકભાષ્ય અને તેની પત્ત ટીકાનો અંગબાહ્યના કર્તા વિશે આશય કાઢવો જ હોય તો એ જ કાઢી શકાય કે ગણધરભિન્ન શ્રી. જંબૂ, પ્રભવ વગેરે સ્થવિરેએ જે શ્રત રચ્યું તે જ અંગબાહ્ય.
વિશેષાવશ્યકભાષ્યની ઉપલબ્ધ અને અતિવિસ્તૃત ટીકા મલધારીકૃત છે. એ ટીકામાં ભાષ્યગત ત્રણ વ્યાખ્યાઓનાં ઉદાહરણ પણ આપેલાં છે. ઉપાધ્યાય શ્રી. યવિજયજી અને સેનપ્રશ્નના પ્રણેતા સામે મૂલનિયુક્તિ, તે ઉપરનું વિશેષાવશ્યકભાષ્ય અને એ ભાષ્યની ભલધારીત ટીકા એટલાં તે ઓછામાં ઓછાં હતાં જ. તેથી ઉપાધ્યાયશ્રીની તત્વાર્થભાષ્ય ઉપરની ટીકામાં તથા સેનપ્રશ્નમાં અંગબાહ્ય શ્રતના કર્તા સંબંધે જે વિચાર છે અને જેને ઉપર ટાંક્યો છે તે પ્રાચીન ગ્રંથકારોના અભિપ્રાયને લક્ષમાં રાખ્યા સિવાય તે લખાયેલ ન જ હોવો જોઈએ. ઉપાધ્યાયશ્રીની વૃત્તિ અને સેનપ્રશ્ન તે સ્પષ્ટ રીતે અંગબાહ્યને ગણધરભિન્ન આચાર્યપ્રણીત સૂચવે છે, જે ઉપર બતાવવામાં આવ્યું છે. પૂર્વાપર આચાર્યોના વિચારસામ્યની કલ્પના ઉપર ઊભી કરેલ અનુમાનાત્મક દલીલને છેડી હવે સીધી રીતે માલધારીકૃત ટીકાને લઈ તેના ઉપર વિચાર કરીએ.
ભાષ્યની પ્રસ્તુત ગા૦ ૫૫૦ મીની માલધારીકૃત ટીકા નીચે પ્રમાણે છેઃ
___ अंगाऽनंगप्रविष्टश्रुतयोरिदं नानात्वमेतद् भेदकारणम् । किम् ? इत्याह गणधरा गौतमस्वाम्यादयः, तत्कृतं . श्रत द्वादशांगरूपमंगप्रविष्टमुच्यते । स्थविरास्तु भद्रबाहुस्वाम्यादयः, तत्कृतं श्रुतमावश्यकनियुक्त्यादिकमनंगप्रविष्टमंगबाथमुच्यते । अथवा वारत्रयं गणधरपृष्टस्य तीर्थकरस्य संबन्धी य आदेशः प्रतिवचनमुत्पाद-व्यय-ध्रौव्यवाचकं पदत्रयमित्यर्थः, तस्माद् यन्निष्पन्नं तदंगप्रविष्ट द्वादशांगमेव, मुत्कं मुत्कलमप्रश्नपूर्वकं च यद् व्याकरणमर्थप्रतिपादनं, तस्मानिष्पन्नम गबाह्यमभिघोयते, तच्चावश्यकादिकम् । वा शब्दोंऽगाऽनंगप्रविष्टत्वे पूर्वोक्तभेदकारणादन्यत्वसूचकः । तृतीयभेदकारणमाह 'धुव-चलविसेसओ व त्ति' ध्रुवं सर्वतीर्थकरतीर्थेषु नियतं निश्चयभावि श्रुतमंगप्रविष्टमुच्यते द्वादशांगमिति । यतू पुनश्चलमनियतमावि तत् तन्दुलवैकालिकप्रकरणादिश्रुतम गब्राह्यम् । वा शब्दोऽत्रापि भेदकारणान्तरत्वसूचकः । इदमुक्तं भवति-गणधरकृतं, पदत्रयलक्षणतीर्थ करादेशनिष्पन्नं, ध्रुवं च यच्छ्रतं तदंगप्रविष्टमुच्यते, तच्च द्वादशांगीरूपमेव । यत्पुनः स्थविरकृतं, मुत्कलार्थाभिधानं, चलं च तदावश्यकप्रकीर्णादिश्रुतमंगवाह्यમિતિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org