________________
૯૭૪ ]
દર્શન અને ચિંતન
વર્ગોમાં એને માધ્યમ તરીકે પ્રયેાજીને એના ઘડતરને વેગ મળે તેમ કરવું જોઈ એ, જેથી ઉચ્ચ શિક્ષણ સહેલાઈથી જનતાના થથરમાં પચવા માટે; અને પરિભાષા એક થવાથી, વળી શાળા-મહાવિદ્યાલયમાં ભણનાર વિદ્યાથી ને ક્રરજિયાત ખીઝ ભાષા તરીકે રાષ્ટ્રભાષાનું શિક્ષણ ડે સુધી મળતુ રહેવાનું તેથી સાંસ્કૃતિક સંપકમાં જરાય વિઘ્ન નહિ આવે અને પ્રાન્તીય વિશેષતા દ્વારા રાષ્ટ્રભાષાની સમૃદ્ધિ પણ વધશે. વિદ્યાર્થીના મનેવિકાસને અને પ્રજાના ભાષાવિકાસને નિષ્કારણ હાનિ પહોંચાડવા વિના જો પ્રશ્નના ઉકેલ આણુવા હાય તો આ રીતે જ આણી શકાશે.
ર. મેં લખ્યુ છે કે સંસ્કૃત એધભાષા પ્રાચીન કાળમાં નહાતી અને અત્યારે પણ નથી. તેની વિરુદ્ધ આ. માંકડૈ મુખ્યપણે એમ કહ્યું છે કે પ્રવેશપુત્ર, પ્રશ્નપત્ર અને ઉચ્ચ વિષયાના જવાબે સંસ્કૃતમાં જ અત્યારે પણ લખાય છે, તેા સંસ્કૃત ખાધભાષા નથી એમ કેમ કહી શકાય ? મારા જવાબ એમ છે કે પ્રવેશપત્ર, પ્રશ્નપત્ર અને ઉત્તરા સંસ્કૃતમાં લખાય છે એટલા જ માત્રથી જો સંસ્કૃતને ખેાધભાષા કાઈ કહે તે તેની સામે મારા લેશ પણ વાંધો નથી; પણ ખાધભાષાના એટલા જ અર્થ હું નથી લેતા. એધભાષાના એટલે જ અથ કરવા તે કાઇ પણ રીતે યોગ્ય નથી, એમ પણ હું માનું છું. મેષભાષાના અર્થ હું એ કરુ છુ કે તે માજ દ્વારા મળનાર સહેજાથી વિષય સમની રાઠે અને ચાપ સહેજાથી સમનાવી શકે તે વૈષમાણુ. આ અમાં અત્યારે પણ સંસ્કૃત માધભાષા નથી અને પહેલાં પણ નહેાતી, એમ મારું નિરીક્ષણ અને ચિન્તન મને કહે છે. આ. માંકડે જ્યારે એમ કહ્યુ છે કે સંસ્કૃત ધભાષા ન હતી તે મારે જ સાબિત કરવું, તા હવે આ વિશે કાંઈક વિસ્તારથી લખું તે! અસ્થાને નહિ ગણાય.
અધ્યયન અને અધ્યાપનનાં બાવીસ વર્ષે લગભગ મેં કાશીમાં ગાળ્યાં છે અને જૂની ઢમે ચાલતી તેમ જ જુદા જુદા પ્રાન્તના ઉચ્ચતમ વિદ્રાના જેમાં શીખવે છે એવી પાશાળાઓ અને મહાવિદ્યાલયાના શીખવા અને શીખવવાની દૃષ્ટિએ મે' પરિચય સાધ્યા છે. તે ઉપરાંત મિથિલા અને ખંગાળનાં વિશિષ્ટ સંસ્કૃત કેન્દ્રોના પણ અધ્યયનની દૃષ્ટિએ તેમ જ અવલાકનની દૃષ્ટિએ થોડાક જાતઅનુભવ મને છે. દૂર દક્ષિણમાં નથી ગયો, છતાં ત્યાંના વિશિષ્ટતમ અધ્યાપકોને પણ કાશી, કલકત્તા અને મુંબઈ જેવાં સ્થાનામાં આ દૃષ્ટિએ થોડાક પરિચય સાધ્યેા છે. હું પોતે જે રીતે શીખતા, બીજાને શીખતા જોતા અને શીખવતા તે વખતે પણ આ દૃષ્ટિએ હું હમેશાં વિચાર કરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org