SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન ભાષા દ્વારા વહીવટ, ભાષા, સાહિત્ય, કલા-કેળવણી એ સર્વનાં નિશ્ચિત ધોરણો ઉપજાવવાનો અને એકરૂપતા લાવવાનો એમને આગ્રહ છે. ભવિષ્યમાં આ ક૯પના કેટલે અંશે સિદ્ધ થઈ શકે એની આગાહી કરવી કઠણ છે, પણ અત્યારે તે એમ કરવું અવ્યહવારુ છે એ સાવ દેખીતું છે. એમ કરવું એ ખરેખર હિંદના લાભમાં છે કે કેમ તે પણ શંકાસ્પદ છે. દેશની પ્રાચીન વિવિધતાઓમાં જેમ મોટા લાભો રહ્યા હતા તેમ એમાં ત્રુટિઓ પણ હતી. પણ આ ભિન્નતાઓને લીધે આ દેશ જીવનકલા અને સંસ્કૃતિનાં અનેક જીવતાં અને ધબકતાં કેન્દ્રોનું ધામ બન્યો હતો, દેશની એકતામાં સમૃદ્ધ અને તેજવી રંગેની ભભકવાળી વિવિધતાની ભાત પડી હતી. બધું અધુર્ય સાતેની થોડીક રાજધાનીઓમાં કે સામ્રાજ્યના પાટનગરમાં ખેંચાઈ ગયું હોય અને બીજા નગરે અને પ્રદેશો એમનાં તાબેદાર બનીને રહેતાં હોય અથવા સાંસ્કૃતિક અર્થમાં ઘેરતાં હોય એવું અહીં બન્યું નહોતું. આખો દેશ એના અનેક ભાગોમાં પૂર્ણ ચત થી જીવતે હતો, અને એથી સમસ્ત રાષ્ટ્રની સર્જક શક્તિ ખૂબ જ વધી ગઈ હતી. આ વિવિધતા હિંદની એકતાને ઘટાડે અથવા જોખમમાં મૂકે એવી શક્યતા હવે તે મુદ્દલ રહી નથી. જે વિશાળ અંતરે પૂર્વે લેકેને સરસા આવવામાં અને પૂરેપૂરે વ્યહવાર કરવામાં અંતરાયરૂપ હતાં તે તે હવે વિજ્ઞાનના વિકાસને લીધે અને વ્યહવારનાં સાધને ઝડપી થવાને લીધે, અલગ પાડવાના અર્થમાં, અંતરે જ રહ્યાં નથી. સમવાયી ભાવના અને એને સંપૂર્ણ કાર્યક્ષમ બનાવનારું પરિપૂર્ણ તંત્ર પણ શોધાઈ ગયેલ છે. આ સર્વ ઉપરાંત, દેશભક્તિમૂલક એકતાની લાગણી પણ પ્રજાના હૃદયમાં એવી દઢ રોપાઈ છે કે હવે સહેજમાં એ ઊખડી શકે એમ નથી. હવે તો ઉપરાષ્ટ્ર સમા પ્રાન્તની વાજબી આકાંક્ષાઓ તૃપ્ત કરવામાં એકતા હાસ થવાને ભય છે, તે કરતાં તેમને તેમનું સ્વાભાવિક જીવન નહિ જીવવા દેવામાં વિશેષ ભય છે...વિવિધતામાં એકતાને સિદ્ધાન્ત આ દેશની પ્રકૃતિને પથ્ય છે અને એની પરિપૂર્ણતાની દિશામાં જ એના અસ્તિત્વની મુખ્ય ગતિ થઈ છે. ૪માં વહુનો આવિર્ભાવ નિહાળવાની એની પ્રકૃતિ છે અને એ જ એને એના રવમા અને ધર્મના પાયા પર સ્થિર ગોઠવી આપશે.” જે ઉપર સૂચવાયેલી દષ્ટિથી ગુજરાતમાં ગુજરાતી જ બોધભાષા થવા યોગ્ય હોય તો એની જમા રાષ્ટ્રભાષાને આપવાની પાછળ કઈ દૃષ્ટિ છે તે પણ આપણે વિચારી લઈએ. એમ કહેવાય છે કે જે બોધભાષા ગુજરાતી હોય તે અખંડ રાષ્ટ્રીયતામાં ખલેલ પડે, અગર કોઈ ને કોઈ અનિષ્ટ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy