________________
૯૬૪ ]
દર્શન અને ચિંતન આ પ્રસંગે, ૧૯૪પમાં જયપુર ખાતે મળેલા અખિલ હિંદ લેખક સંમેલનમાં યોજાયેલી એક વ્યાખ્યાનમાળાના મુખ્ય વક્તાના પદેથી પં. જવાહરલાલ નેહરૂએ જે મનનીય વિચારો પ્રગટ કર્યા હતા તે ટાંકવાનો લેભ જતો કરી શકતો નથી: “એકીકરણના એક બળ તરીકે હિંદનાં પ્રાન્તીય સાહિત્યને વિકાસ એ એ વ્યાખ્યાનમાળાનો વિષય હતો. પં, જવાહરલાલે પિતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, “પ્રાતીય ભાષાઓનો વિકાસ થવાને લીધે એકતાવિરોધી વલણ રચાયું હોવાનું મારી જાણમાં નથી. અમુક અંશે એથી પ્રાન્ત વિશેની મમતા બૅડીક વધી હેય કે પ્રાન્તીયતાને વેગ મળ્યો હોય અને પ્રાન્તની સંસ્કૃતિનો વિકાસ થયો હોય એ વિશે શંકા નથી. એક બંગાળી બંગાળી ભાષા વિશે અભિમાન ધરાવતે હેય, ગુજરાતી ગુજરાતી વિશે અને મહારાષ્ટ્રી મરાઠી વિશે, અને એમ બીજા પ્રાન્તવાળા પિતાપિતાની ભાષા વિશે અભિમાન ધરાવતા હોય તેમાં કશું અજુગતું નથી. એમનાં એ અભિમાન સકારણ છે, યોગ્ય છે; પણ હું નથી માનતો કે આ લાગણું અને રાષ્ટ્ર સાથેની પિતાની તદાકારતાની વિશાળતર લાગણી વચ્ચે અથડામણ પેદા થતી હોય, કેમકે, હું સમજું છું ત્યાં સુધી, એક્તા વત્તા ભિન્નતા વત્તા વિવિધતા એ તે હિંદની વિચારસરણુને પાયે છે. બધાને એક જ લાકડીએ હાંકીને એકસરખા કરી મૂકવાનું એના સ્વભાવમાં નથી. એટલે આ બે લાગણીએ વધી ભરતી નથી, કેમ કે, દરેક પ્રાન્ત, દરેક વિભાગ, પિોતપોતાની ભૂતકાળની સાંસ્કૃતિક સિદ્ધિઓ વિશે ગર્વ અનુભવતો છતાં એમ સમજે છે કે પિતે વિશાળતર સમસ્તને એક અંશમાત્ર છે...
હિંદમાં પ્રાન્તીય ભાષાઓને વિકાસ થવાથી ભેદે અથવા તાત્વિક અલગપણની લાગણું વધે એવું કશું મને દેખાતું નથી. એક બીજો મુદ્દા પણ વિચારવા જેવો છે. ખરેખર તે, જે હું રવીન્દ્રનાથ ઠાકુરને દાખલો ટાંકે તો, એ કેવી અસાધારણ બાબત છે કે એમના જેવા માણસ લખે બંગાળીમાં તોપણ હિંદની બીજી એકેએક ભાષા ઉપર, હિંદી ઉપર તે ખાસ, અસર પાડી શકે છે. એ એમ પુરવાર કરે છે કે સાંસ્કૃતિક ક્ષેત્રમાં આ પ્રકારના દિગજે હંમેશાં પ્રાન્તના સીમાડા ઓળંગી જાય છે. જે એક ભાષા વિશે તે એ જરૂર બીજને વિકસવામાં મદદ કરે છે; એ બીજી ભાષાઓને નડતરરૂપ થતી નથી. એ એની સાથે અથડામણ ઊભી કરતી નથી. એથી જ તે જે હિંદી અને ઉર્દૂની બાબતમાં કજિ કરે છે તેમની સામે મારે માટી ફરિયાદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org