________________
૯૧૮ ]
દર્શન અને ચિંતન ૨. હેતુબિદ્રીકા
અર્ચટકૃત હેતુબિન્દુટીકા પણ ગદ્યાત્મક જ છે. એમાં અર્ચના પિતાનાં થોડાંક પડ્યો છે ખરાં; જેમ કે શરૂઆતના ચાર પદ્ય સુગતની સ્તુતિ અને ધમકીર્તિની કૃતિનું ગૌરવ તેમ જ પિતાની લઘુતા વિશેનાં છે, અંતમાં એક પદ્ય ઉપસંહારસૂચક છે અને વચ્ચે જ્યાં સ્યાદ્વાદનું ખંડન આવે છે ત્યાં તે સ્વરચિત ૪૫ પદ્ય (પૃ. ૧૦૪) મૂકે છે. આ પદ્યો તેણે હેતુબિન્દુટીકા રચતી વખતે જ રચ્યાં છે કે કેઈ પિતાના બીજા ગ્રન્થમાંથી ઉદ્ધત કર્યો છે એ નક્કી થઈ શકતું નથી, પણ તેના વ્યાખ્યાકાર દુર્વેકના સ્પષ્ટ કથન (પૃ. ૩૪૪ ) ઉપરથી એ નક્કી થાય છે કે તે પદ્યો તેના પિતાનાં જ
છે. આ સિવાય અચંટે અનેક સ્થળે અન્યકૃત પો ઉદ્ધત કર્યા છે. તેમાં દિદ્ભાગ, ભર્તુહરિ, કુમારિલ અને ધર્મકીર્તિ મુખ્ય છે. (જુઓ પરિશિષ્ટ ન. ૩) - અચંટ હેતુબિન્દુ મૂળના પ્રત્યેક પદને અર્થ કરે છે. એટલે સુધી કે તે કેટલીક વાર ર અને તું જેવાં અવ્યય પદના પ્રેગનું પણ તાત્પર્ય દર્શાવે છે. તે પદના શબ્દાર્થને જ દર્શાવવામાં કૃતાર્થતા ન માનતાં તેના રહસ્યનું પૂર્ણપણે વિસ્તૃત વિવરણ કરે છે. તે પિતે શરૂઆતમાં કહે છે તેમ તેણે ધમકીર્તિની સમગ્ર ઉક્તિઓનું ચર્વિતચર્વણ તે કર્યું જ છે, પણ તે ઉપરાંત ધમકીર્તિએ પોતે જે જે બૌદ્ધ ને બૌદ્ધતર વાલ્મય પચાવ્યું છે તે પણ તેણે યથાવત્ અવગાહ્યું છે. આ વસ્તુની પૂર્ણ પ્રતીતિ તેનું વિવરણ કરાવે છે.
જ્યાં જ્યાં ધમકીર્તિએ વિશેષ નામ સિવાય જ ક્રેરિત, ૩, અરે જેવાં સર્વનામ વાપરી મતાતને નિર્દેશ કરી સમાલોચના કરી છે ત્યાં અચંટ એ મતાન્તરો જેના ના હોય તેનો નામપૂર્વક નિર્દેશ પણ કરે છે અને એ મતાન્તરેવાળાં સ્થળે પણ સૂચવે છે. દાર્શનિક અને તાર્કિક વિચારધારાઓનું વિશાળ અને ઊંડું અવગાહન અર્ચને એટલું બધું છે કે તે જ્યારે કોઈ પણ મુદ્દાની ચર્ચામાં પૂર્વપક્ષ રચે છે અને તેને બૌદ્ધ તેમ જ ધમકીર્તિની દષ્ટિએ જવાબ આપે છે ત્યારે આપણી સામે સર્વતંત્રસ્વતંત્ર વાચસ્વતિ મિશ્રનું લખાણ ઉપસ્થિત હેય એમ ઘડીભર લાગે છે. - ધર્મકીર્તિના સમય સુધીના દાર્શનિક વાલ્મય ઉપરાંત તેણે પિતાના અને ધમકીર્તિના ગાળા દરમિયાન રચાયેલ પ્રસિદ્ધ પ્રસિદ્ધ તાર્કિક વાલ્મય પણ અવગાડ્યું હોય એમ લાગે છે. ખાસ કરીને ધર્મકીર્તિના મન્તવ્યથી વિરુદ્ધ જતું હોય એવું ધર્મકીર્તિના ઉત્તરવર્તી પ્રસિદ્ધ વિદ્વાનનું કઈ લખાણ હોય તે તેની સમાલોચના તે કરે છે અને ધર્મકીર્તિના મંતવ્યને દઢ કરે છે. દાખલા તરીકે ધર્મકીતિ પછી જૈન આચાર્ય સમતભદ્ર એક વસ્તુનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org