________________
આવશ્યકસૂત્રના કર્તા કેણુ?
[૭૪૩ સુધી તેને લાક્ષણિક અર્થ માનો એ શબ્દશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રના નિયમોનું ઉત્થાપન કરવા જેવું છે.
(1) ઘડીવાર મૂળ અર્થના બાધ વિના પણ લાક્ષણિક અર્થ કરવાની ધૃષ્ટતા કરી લઈએ, તોપણ એ પ્રશ્ન તે થાય જ છે કે શ્રી. સિદ્ધસેનગણિ, જેઓ પિતાના પૂર્વ ટીકાકાને અનુસર્યા છે તેઓ, શું તેવા લાક્ષણિક અર્થ કરવાનું નહતા જાણતા અથવા બીજી કોઈ પણ રીતે ભાષ્યના એ શબ્દો નિર્યુક્તિબેધક છે એવું સાબિત કરી શકતા ન હતા?
(૬) ઘડીવાર એમ પણ માની લઈએ કે વાચકશ્રી શબ્દપ્રયોગકુશળ ન હતા, ટીકાકાર શ્રી. સિદ્ધસેન ગણિ પણ ભૂલ્યા, પરંતુ એટલું બધું માન્યા પછી પણ સામાયિક આદિ પદોને નિર્યુક્તિપરક અર્થ કાઢવા જતાં એક મહાન વિરોધ ઉપસ્થિત થાય છે જે નિર્યુક્તિના લાક્ષણિક અર્થની દલીલને ક્ષણમાત્ર પણ ટકવા દેતું જ નથી. તે વિરોધ તે આ –
અંગબાહ્યમાં વાચકશ્રીએ “આવશ્યક” પ્રથમ ગણાવ્યું છે, અને આવશ્યકનો અર્થ વિધી ટીકાકારે “નિર્યુક્તિ કરે છે, એટલે તેઓના કથન પ્રમાણે અંગબાહ્યમાં પ્રથમ આવશ્યક નિર્યુક્તિ આવે છે. હવે અંગબાહ્યના રચયિતા તરીકે ભાષ્યકાર અને ટીકાકાર બને “જળધરાનન્તરિમિઃ” એ પદથી શ્રી. જંબૂરવામી તથા શ્રી. પ્રભવસ્વામીને નિર્દેશ કરે છે; એટલે અંગબાહ્યમાં પ્રથમ ગણાવેલ આવશ્યકનિયુક્તિ એ શ્રી. જબૂસ્વામી કે શ્રી. પ્રભવસ્વામીકૃત હોય એવું ભાન થાય છે કે જે અસંગત છે, કારણ કે નિર્યુક્તિકાર તે શ્રી. ભદ્રબાહુવામી જ છે, એ વાત જાણીતી જ છે. એટલે આવશ્યક પદથી આવશ્યક નિર્યુક્તિ વિવક્ષિત હોય તે શ્રી. ભદ્રબાહુસ્વામીનું નામ છેવટે ટીકામાં તો આવવું જ જોઈએ, કે જે ક્યાંય પણ નિર્દિષ્ટ નથી.
(૩) ભાષ્ય અને તેની ટીકા એ બંનેનાં ઉપર ટકેલાં પ્રમાણે જે મત દર્શાવે છે તે જ મત ભાષ્યના છેલ્લામાં છેલા અને મોટામાં મોટા ટીકાકાર ઉપાધ્યાય છે. યશોવિજયજી પણ સ્વીકારે છે, એ તેઓની ભાષ્ય ઉપરથી વૃત્તિ જેવાથી અસંદિગ્ધપણે સ્પષ્ટ થાય છે. તેઓ પોતાની ભાષ્ય ઉપરની વૃત્તિમાં સામાયિક...પ્રત્યાખ્યાન આદિ આવશ્યકનાં છએ અધ્યયનને “આવશ્યક તસ્કન્ધ” એ પ્રકારનો અર્થ સ્પષ્ટ શબ્દોમાં કરે છે, અને અંગબાહ્ય જેમાં તેઓશ્રી પિતે પ્રથમ જ “આવશ્યક શ્રતસ્કન્ધ” ને સમાવેશ કરે છે તેને - ગણધરપશ્ચાદ્ભાવી શ્રી. જંબૂરવામી આદિ વડે રચાયાનું પ્રતિપાદન કરે છે. તેઓની વૃત્તિને તે ભાગ નીચે પ્રમાણે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org