________________
હેતુબિન્દુને પરિચય
[ ૯૯ ઉત્થાનરૂપે અર્ચના વક્તવ્યનું હાર્દ પૂર્ણપણે વ્યક્ત કરતે લાગે છે. તે વિચારમાં સ્વતંત્ર છે. કેટલેક સ્થળે અર્ચના મંતવ્યથી તે જુદો પડી પિતાનું સ્વતંત્ર મન્તવ્ય દર્શાવે છે. આ ઉપરથી એક એ બાબત ફલિત થાય છે કે બૌદ્ધ વિદ્યાપીઠમાં વિચારસ્વાતંત્ર્યનું વાતાવરણ અવશ્ય હતું. જે અચંટને તે ગુરુરૂપે નિર્દેશે છે તેના જ મંતવ્યથી તે જુદે પણ પડે છે, એ જ વિચારસ્વાતંત્ર્યની ભૂમિ સૂચવે છે.
દુર્વેકને સમય ઈ. સ. દશમા સૈકાના અંતિમ ચરણથી અગિયારમાં સિકાના પૂર્વાર્ધ સુધી તે માનવો જ જોઈએ, કેમકે તે દીપંકર જ્ઞાનશ્રીના ગુરુ જિતારિને વિદ્યાશિષ્ય હતા અને જિતારિ તેમ જ જ્ઞાનશ્રી બને દશમ શતકના અંતિમ પાદમાં તે હતા જ. વળી દુક મિત્રની અનેક કૃતિઓ અને તેનું બહુમુખી પાંડિત્ય પણ તેના જીવનની લાંબી અવધિ સૂચવે છે.
[૩] ગ્રન્થ પરિચય ૧, હેતુબિન્દુ
પ્રસ્તુત હેતુબિન્દુને પરિચય કરીએ તે પહેલા એ જાણવું જરૂરી છે કે ધર્મકીર્તિએ હેતુબિન્દુ અને બીજા પ્રત્યે રચ્યા તે તેણે વારસામાં મળેલ કેવા પ્રકારના વિચાર અને સાહિત્યને આધારે રચ્યા ? ધમકીર્તિના ગ્રન્થમાં પ્રતિપાદિત થયેલા વિચાર અને વપરાયેલી પરિભાષા આદિને ઐતિહાસિક પરિચય પૂર્ણપણે તે કરાવ અસંભવિત છે, તેથી અહીં એનું ટૂંકમાં દિગ્દર્શન કરાવવા ધારીએ છીએ. આ કારણથી અમે આ સ્થળે મુખ્યપણે બે મુદ્દા પૂરતી જ ચર્ચા કરવા ધારી છે. તે મુદ્દા છે–
(૧) પ્રમાણુવિચાર અને તેને અંગભૂત ન્યાયવિચાર તેમ જ ન્યાયના અંગભૂત હેતુ આદિ પ્રમેયને વિચાર કયા લક્ષ્યની સિદ્ધિ અર્થે ઉત્પન્ન થયો અને વિકસ્યો ?
(૨) આ વિચારને સુધરતું અને વિકસાવતું સાહિત્ય કેવી કેવી રીતે પલટા લેતું ગયું અને ધીરે ધીરે છતાં અખંડપણે ધમકીતિ સુધી આવ્યું?
તત્ત્વ અને સત્યશોધનને પ્રયત્ન ભારતમાં હજારે વર્ષ પહેલાં શરૂ થવાની વાત હવે કેઈથી અજાણ નથી. સત્યશોધનને પ્રયત્ન બે રીતે ચાલતું કેટલાક વિરલ પુરુષ માત્ર આધ્યાત્મિક દૃષ્ટિએ તત્વશોધન ભણું પ્રેરાતા, તો બીજા કેટલાક ભૌતિક અને બાહ્ય દષ્ટિએ એ દિશામાં વળતા. આવા ધકેમાં
૧. હેતુબિટીકાલોક પૃ. ૨૪૩, ૨૬૨, ૨૭૧, ૩૦૩, ૩૬૭, ૩૯૩ આદિ. 2. History of Indion Logic, p. 337.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org