________________
હતુબિન્દુને પરિચય
[ ૮ . ૧. ક્ષણભંગસિદ્ધિ (પૃ. ૮૨, ૮૭ ૩૨૭) ૨. પ્રમાણુદ્ધિત્વસિદ્ધિ (પૃ. ૧૮૯) ૩. હેતુબિન્દુટીકા.
અચંટનું લખાણ કાશ્મીરી ન્યાયમંજરીકાર જયન્ત અગર વાચસ્પતિ મિશ્ર જેવું પ્રસન્ન છે, અને તેનું દાર્શનિક જ્ઞાન બહુ જ ઊંડું તેમ જ વિશદ છે. જ્યાં જ્યાં તેણે બૌદ્ધમત કે દર્શનાન્સરોના મતે વિશે ચર્ચા કરી છે ત્યાં સર્વત્ર તેના વિચારોની પારદર્શિતા જણાઈ આવે છે. એમ લાગે છે કે ધર્મકીર્તિને પિતાના જીવનમાં કદાચ સુગ શિષ્ય લાગ્યો ન હોય, પણ ઉત્તર કાળમાં તે તેને અચંટ જેવા અનેક સુગ્ય શિષ્યો સાંપડ્યા છે.
ન્યાયબિન્દુટીકાકાર ધર્મોત્તર તે આ જ અર્ચને શિષ્ય છે, એમ તારાનાથના ઉલ્લેખ ઉપરથી સિદ્ધ થાય છે, કેમકે તારાનાથ ધર્મોત્તરને ધર્માકરદત્તના શિષ્ય તરીકે નિર્દેશ છે, જે ધર્માકરદત્ત પોતે અચંટ જ છે. એ પણ ફલિત થાય છે કે ભદન્ત થયા પછી જ ધર્માકરદત્તે શિષ્યદીક્ષા આપી છે.
અટનો સમય ધર્મકીતિ અને ધર્મોત્તર વચ્ચે તેમ જ ધર્મકાતિ અને કમળશીલ તેમ જ પ્રજ્ઞાકરગુપ્ત વચ્ચે પડે છે. એટલે તેને જીવનકાળ સાતમા સૈકાના અંતિમ ભાગથી આઠમા સૈકાના પ્રથમ પાદ સુધી તો માનવો જ જોઈએ.. ૨. દુક મિશ્ર
પ્રસ્તુત સંસ્કરણમાં ત્રીજો ગ્રન્થ અચંટની ટીકાની “આલોક નામક વ્યાખ્યા છે, જેને કર્તા દુર્વેક મિત્ર છે. એના જીવનની વિશેષ સામગ્રી અત્યારે ઉપલબ્ધ નથી. જે કાંઈ જાણી શકાય છે તે તેની પોતાની પ્રશસ્તિ ઉપરથી જ (પૃ.૪૧૧). એ પ્રશસ્તિ ઉપરથી નીચેની હકીક્ત સ્પષ્ટપણે ફલિત થાય છે –
૧. તે પિતે વિક્રમશિલા વિદ્યાપીઠના અધ્યક્ષ અને પાછળથી ડિબેટમાં ગયેલ જિતારિ આચાર્યને વિદ્યાશિષ્ય હતો.
૨. તે પિતે બ્રાહ્મણ હતા અને ધનદરિદ્ર હતું. સંભવ છે કે તે વિક્રમશિલા વિદ્યાપીઠમાં અધ્યાપનું કામ કરતો હોય અને સાથે સાથે બૌદ્ધ પરં. પરાનું સૂક્ષ્મ અધ્યયન પણ કર્યું હોય, કેમકે એવા અધ્યયન સિવાય અચંટના ગંભીર વિચારની આવી બહુ પારદશી વ્યાખ્યા થઈ શકે નહિ.
૩. એની વ્યાખ્યામાં એના પિતાના રચેલા પાંચ ગ્રન્થોને નિર્દેશ છે, એટલે તેણે ઓછામાં ઓછી “આલેક ઉપરાંત પાંચ ગ્રન્થ તો રચ્યા જ હોવા જોઈએ.
4. History of Indian: Logic, p. 329. પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org