________________
જીવતો અનેકાન્ત
[૨૬] કલપના, તત્વજ્ઞાન અને ધર્મ એ ત્રણ માનવી જીવનની, બીજા કોઈના જીવનમાં ન હોય તેવી વિશેષતાઓ છે. તેમ છતાં આ ત્રણે વસ્તુઓ એક જ કોટિની કે એક જ સરખા મૂલ્યવાળી નથી. કલ્પના કરતાં તત્ત્વજ્ઞાનનું સ્થાન ઊંચું છે, એટલું જ નહિ, પણ તે સ્થાયી અને વ્યાપક પણ છે. ધર્મનું સ્થાન તે તત્વજ્ઞાન કરતાંય ચઢિયાતું છે, કારણ ધર્મ એ તત્ત્વજ્ઞાનનું પકવ પરિણામ –ફળમાત્ર છે.
કલ્પનાઓ ક્ષણે ક્ષણે નવનવી અને તે પણ જુદી જુદી વ્યક્તિઓમાં નવીનરૂપે ઉદ્ભવે છે. એ બધી કલ્પનાઓ કાંઈ સ્થિર નથી હતી તેમ જ સાચી પણ નથી હોતી, તેથી કલ્પના કરનાર વ્યક્તિ પણ પિતે સેવેલી અને પિધેલી કલ્પનાઓ ઘણીવાર અને મોટે ભાગે ફેંકી જ દે છે, એને એ બદલ્યા પણ કરે છે. જે કોઈ વ્યક્તિ પિતાની કલ્પનાઓને સત્યની કસોટીએ નહિ. કસાયા છતાં સેવ્યા જ અને પિષ્યા જ કરે, તોય એ કલ્પનાઓને બીજા લેકે
સ્વીકારતા કે અપનાવતા નથી. તેથી ઊલટું, જો કોઈ કલ્પના સત્યની કસોટીએ કસાતાં પાર ઊતરે, તેમાં ભ્રાંતિ જેવું ન જ રહે, તે એવી કલ્પના ગમે તે કાળ, ગમે તે દેશ અને ગમે તે જાતિના મનુષ્યમાં જન્મી હેય છતાં તે કલ્પના પિતાની સત્યતાના બળના પ્રમાણમાં સર્વત્ર સ્વીકારાવા લાગે છે અને તે કલ્પના સ્થાયી બને છે. આવી જ સ્થિર કલ્પનાઓ તત્વજ્ઞાન તરીકે લેખાય છે, અને તે જ ક્યાંય સીમાબદ્ધ ન રહેતાં સાર્વજનિક કે બહુજનગ્રાહ્ય સંપત્તિ બને છે. માનવી પરીક્ષણશકિત જે તત્ત્વજ્ઞાનને કસી સત્યરૂપે સ્વીકારે છે, તે જ તત્વજ્ઞાન પછી કાળક્રમે ધીરેથી કે ત્વરાથી માનવી આચરણનો વિષય બને છે અને જે તત્ત્વજ્ઞાન વિવેકપૂર્વક આચરણમાં આવે છે, તે જ માનવ વંશને ખરેખર વિકાસપ્રદ ધર્મ બની જાય છે.
ઉપરની બાબત એકાદ દાખલાથી સ્પષ્ટ કરીએ. “જીવ, આત્મા, ઈશ્વર એ છે” એવી એક કલ્પના. “તે નથીએવી બીજી કલ્પના. છે તેય બધા જ વસ્તુતઃ એક જ છે, તેઓ વચ્ચે વાસ્તવિક ભેદ છે જ નહિ અને જીવ તેમ જ પરમાત્મા પણ વરતુત નોખી નોખી વસ્તુ નથી એવી કલ્પનાઓ એક બાજુ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org