SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેણુસ્નાન [ ૮૫ આવે છે. આ રીતે ત્રિવેણુ જેવાં તીર્થોનું તીર્થપણું–તારકપણું એ મુખ્યપણે વિદ્યા, ભક્તિ અને આધ્યાત્મિકતાને લીધે જ પિલાયેલું છે. જેમ ત્રિવેણી સંગમમાં ત્રણ નદીઓનું મિલન થાય છે તેમ પ્રસ્તુત પુસ્તકમાં ત્રણ વ્યક્તિઓનું અને ત્રણ ભાવોનું મિલન છે. ત્રણ વ્યક્તિઓ એટલે સોક્રેટીસ, રામકૃષ્ણ પરમહંસ અને ગાંધી બાવા. ત્રણ ભાવ એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મ તેમ જ શીલ, સમન્વય અને સત્યાગ્રહ. સેક્રેટીસ એ શીલનું પ્રતીક છે, પરમહંસદેવ શીલ અને સમન્વયનું પ્રતીક છે તે ગાંધીજી એ શીલ, સમન્વય અને સત્યાગ્રહનું પ્રતીક છે. બીજી પરિભાષામાં કહીએ તે સેક્રેટીસ જ્ઞાન અને સમજણની મૂર્તિ છે, તે પરમહંસદેવ ભક્તિની પ્રતિમા છે, અને ગાંધીજી એ સદેહ કર્મગ છે. આ બધું કેવી રીતે છે એને સચોટ ખ્યાલ આ લઘુ પુસ્તક વિશદ રીતે પૂરું પાડે છે. વિજ્ઞાનના વિકાસે અત્યારે તે ભૂમિના કોઈ પણ એક છેડાને તેનાથી તદ્દન વિરુદ્ધ દિશામાં આવેલ દૂરવર્તી બીજા છેડા પાસે લાવી મૂક્યો છે.. આજે અહીં ઘરખૂણે બેસી ઉત્તરધ્રુવમાં થતા વાર્તાલાપને આપણે સાંભળી શકીએ છીએ. લેગશાસ્ત્રના વિભૂતિપાદમાં એવી વિભૂતિ, લબ્ધિ યા અભિજ્ઞાની વાત છે કે ગી અમુક વિભૂતિથી દૂર દૂરનાં, ઠેઠ સ્વર્ગ સુધીનાં શબ્દો અને ગીત સાંભળી શકે છે; દૂર દૂરનાં રૂપને નિહાળી પણ શકે છે. તે વિભૂતિ જુદી રીતે પણ કેટલેક અંશે વૈજ્ઞાનિક વિકાસે આપણું સામે સાકાર કરી છે. યંત્રયુગના વિકાસ સાથે જ પૂર્વપશ્ચિમનું મિલન વધારે ને વધારે વ્યાપક તેમ જ સર્વસાધારણું બનતું ગયું. પૂર્વને પશ્ચિમને અને પશ્ચિમને પૂર્વનો. પરિચય વધારે પ્રમાણમાં અને તે પણ વિશેષ પ્રમાણભૂત રૂપે થતે ચાલે. આમાં અંગ્રેજી ભાષાએ ભારે મદદ કરી. ભાષાનો અંતરાય તૂટયા વિના દૂર દૂરનાં અંતરે ખસી જતાં નથી. અંગ્રેજી ભાષા અને તેના અનેકવિધ સાહિત્યના અભ્યાસ પૂર્વનાં નેત્ર ખેલ્યાં. એ જ રીતે સંસ્કૃત આદિ પૌરસ્ય ભાષાઓના અધ્યયને વિદ્વાનોનાં નેત્રોમાં અંજનશલાકાનું કામ કર્યું. બંને પ્રજાઓ એકબીજાના આત્માને ઓળખવા લાગી. અંગ્રેજી સાહિત્યના અનુશીલન પહેલાં કોઈ પૌરસ્યને, ખાસ કરી સર્વસાધારણ ભારતવાસીને, સોક્રેટીસ આટલે બધે જાણીતું ન હતું. સૈક્રેટીસ જે ભારતમાં જન્મે હોત અને તેનું જન્મકૃત્ય ભારતમાં સમ્પન્ન થયું હેત તો તેણે ભારતીય અવતારમાળાઓમાં ચોક્કસ સ્થાન મેળવ્યું હોત એવી એની શીલમૂર્તિ છે. આજે તે ભારતની મુખ્ય મુખ્ય ભાષાઓમાં ભાગ્યે જ એવી કઈ હશે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy