________________
અનધિકાર ચેષ્ટા
૮૩૫ લખનાર તરીકે સામાન્ય રીતે જાણીતા છે, પણ એ અપૂર્ણ સત્ય છે. એમણે અનેક નાનીમેટી નવલે અને નવલિકાઓ જૈનેતર પરંપરાના સાહિત્યને આધારે અને વ્યાપક લેખાતા ઇતિહાસને આધારે પણ આલેખી છે. દા. ત. હેમુ, ભાગ્યનિર્માણ, ભાગ્યવિધાતા એ ત્રણમાં મુસ્લિમ–યુગનું અિતિહાસિક પ્રતિબિંબ છે. એ નવલે જોતાં એમ લાગે છે કે તેમણે એ યુગને સ્પર્શતું હિંદુ-મુસ્લિમ સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં વાંચ્યું–વિચાર્યું હોવું જોઈએ. “જયદેવ” એ પણ એતિહાસિક ઘટનાવાળી નવલ છે. જ્યાં લગી વૈષ્ણવ સાહિત્યને ઠીક ઠીક પરિચય સાધ્ય ન હોય, અને તે પરંપરાનું સાંપ્રદાયિક દૃષ્ટિએ પરિશીલન કર્યું ન હોય ત્યાં લગી એવી ઉઠાવદાર નવલ કદી આલેખી ન શકાય. એને વાંચનાર એવી છાપ અવશ્ય ઝીલવાનો કે આ નવલનો લેખક વૈષ્ણવ હોય તે ના નહિ ! વૈષ્ણવ પરંપરાની પ્રશંસાયેલી કે વગોવાયેલી શંગારભક્તિ જાણીતી છે. જ્યારે “જયદેવ”ના “સૌંદર્યપૂજાપ્રકરણમાં વાચક એ શંગારભક્તિના અદ્વૈતને જુએ છે ત્યારે તે એની એ છાપ વધારે દઢ બને છે.
પણ આ વિષયમાં હું મારા વલણને નિર્દેશ કરું તે તે અસ્થાને નહિ લેખાય. હું રાસપંચાધ્યાયીમાંના ગેપી-કૃષ્ણના, કુમારસંભવમાંના ઉમામહાદેવના, અને ગીતગોવિંદમાંના રાધા-કૃષ્ણના ગમે તેવા કાવ્યમય પણ નગ્ન શંગારને નથી માનતે ભક્તિના સાધક કે નથી માનતો તરુણોને ઉચિત એવી શક્તિ અને દીપ્તિના પિોષક! તેથી સહેજે જ ભિખુએ લખેલ
જ્યદેવ” નવલમાંના ઉક્ત પ્રકરણ પ્રત્યે મારું સવિશેષ ધ્યાન ગયું. મેં લેખક સાથે મુક્તમને ચર્ચા કરી તેમનો દૃષ્ટિકોણ જાણી લીધું. મેં મારે પણ દૃષ્ટિકોણ તેમની સામે મૂક્યો. જ્યારે મેં એમ જાણ્યું કે બીજી આવૃત્તિમાં જયભિખુ એ પ્રકરણ ગાળી નાખવાના છે, અને એ પણ જાણ્યું કે તરુણ પેઢીની વૃત્તિને પંપાળે એવાં શંગારી લેખનો વિશેષ પ્રલોભન આપી લખાવનારને પણ તેમણે નકાર્યા છે, ત્યારે મારી દૃઢ ખાતરી થઈ કે આ લેખકની શક્તિ હવે નવી પેઢીને બળ અને સમર્પણુવર્ધક કાંઈક નવું જ આપશે.
જૈન કથા-સાહિત્ય માટે અતિહાસિક કહી શકાય તેવી અને પૌરાણિક લેખી શકાય તેવી ઢગલાબંધ નાનીમેટી વાર્તાઓમાંથી જયભિખુએ આધુનિક સચિને પિષે અને તેણે એવું નવલ-નવલિકા સાહિત્ય સર્જી બેવડે ઉપકાર (જો એને ઉપાકર કહે હેય તો) કર્યો છે. જૈનેતર જગતમાં અનેક સુપ્રસિદ્ધ લેખકે એવા છે કે જે પોતે જ ગમે તેવા ખૂણેખાંચરેથી યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org