________________
તરમાલા
એમ કહીને હું ધસી જઈને ચેટીને ભેટી પડી. હાસ્યથી પુલકિત થઈને મેં ચેટીને આ પ્રમાણે વચનો કહ્યાં, “મારા પ્રિયતમ મને રવાધીન છે એ જાણીને મારો શોકને વેગ નષ્ટ થયો છે.' એ પ્રમાણે આશ્વરત થતાં, હે ગૃહસ્વામિની, હું હરખથી મારા ઘરમાં સમાતી ન હતી. (૬૩– ૬૩૮). સ્નાન કરી, બલિકર્મ કરી, પૂજનીય અરહંતોને વાદીને મેં ઉપવાસનું પારણું સુખભર્યા ચિત્તથી કર્યું. (૬૩૯). હે ગૃહસ્વામિની, ઉપવાસ પારવાના પરિશ્રમને મેં શીતળ આસ્તરણુવાળી તળાઈ પર આરામ કરીને હળવો કર્યો (?) (૬૪૦).
તરંગવતીનું માગુ : અસ્વીકાર
તેને સમાગમ કરવાના વિવિધ મનોરથ સેવતી,તેની હૃદયમૂર્તિ સાથે રમતી, હું પ્રિયથી વ્યાકુળ અવસ્થામાં રહેતી હતી. (૬૪૧) તેટલામાં એક વાર સારસિકા દાસી મારી પાસેથી ચાલી ગઈ અને કેટલોક સમય રહીને તે પાછી મારી પાસે આવી. (૬૪૨). ઊના ઊના નિઃશ્વાસ નાખતી, આંસુથી ઘેરાયેલી આંખે, જેમતેમ આંસુ ખાળીને, મનના પરિતાપ સાથે તે આ પ્રમાણે વચને કહેવા લાગી (૬૪૩), “પૃથ્વીમાં ભ્રમણ કરવાવાળો તે સાર્થવાહ ધનદેવ પિતાના બાંધવો અને મિત્ર સાથે, શ્રેષ્ઠી પાસે તારું મારું કરવા આપણું દીવાનખંડમાં આવ્યો હતો. (૬૪૪). તેણે કહ્યું, “તમે અમારા પન્નદેવને તમારી કન્યા તરંગવતી આપે. અમે તમે કહેશે તે મૂલ્ય આપીશું.” (૬૪૫). એટલે નિર્દય શ્રેષ્ઠીએ તેની માગણને નકારતાં, આ વિવેકહીન અને કટુ વચનો કહ્યાં (૬૪૬), “પ્રવાસ એ જેનું મુખ્ય કર્મ છે, જેનો પોતાના ઘરમાં સ્થિરવાસ હોતો નથી, જે સર્વે દેશોના અતિથિ જેવો છે તેને હું મારી પુત્રી કેમ આપું? (૬૪૭). સાર્થવાહનું કુટુંબ સારી રીતે સમૃદ્ધ હોવા છતાં તેમાં રહીને મારી પુત્રીને, પતિના વિયેગમાં એક વેણુએ કેશ બાંધતી, વેદના અને ઉત્કંઠા સહેતી, શણગાર સજવાથી અળગી રહેતી, લગાતાર રૂદનથી ભીંજાયેલ રાતી આંખો ને વદન કમળવાળી, લખવામાં રત(3), સાદા જળથી સ્નાન કરતી ઉત્સવ પ્રસંગે પણ મલિન અંગવાળી એવી બનીને રહેવું પડે અને એમ જીવનભર, લગભગ વૈધવ્યના જેવુ ભારે દુઃખ ભેગવવું પડે. (૬૪૯-૬પ૦). સ્નાન, પ્રસાધન, સુગંધી વિલેપન વગેરેથી...હું કઈ દરિદ્રને આપવાનું પસંદ કરું.” (૬૫૧). આ પ્રમાણે ભાગાને અસ્વીકાર થતાં, હસીને તેને સત્કાર કરવામાં આવેલ હોવા છતાં(૨) સ્પષ્ટ રીતે તેની વિડંબના કરવામાં આવી હોઈને તે સાર્થવાહ ખિન્ન ચિત્તે પાછો ફર્યો.(ઉપર).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org