________________
તિરંગલાલા જેનું જીવતર પ્રિયથી વિરહિત અને ધર્માચરણથી રહિત છે, તેનું દીર્ધકાલીન (1) જીવતર નિરર્થક છે.” (૫૦૪). હે ગૃહસ્વામિની, પ્રિયતમને સમાગમ કરવાને ઉસુક બનેલી મેં, ચિત્રપટ લઈને જતી તે સારસિકાને એ પ્રમાણે સંદેશ આપે. (૫૦૫).
વખદશન
સૂર્યાસ્ત થતાં અને અંધકારથી રાત્રી ઘેરાવા માંડતાં, તે વેળા, હે ગૃહસ્વામિની, હું પૌષધશાલામાં ગઈ. (૫૦૬). અમ્મા અને પિતાજીની સાથે મેં દૈવસિક અને ચાતુર્માસિક પ્રતિક્રમણ કરીને પવિત્ર અરિહર્તાને વંદ્યા. (૦૭). હું ભેય પર શયન કરતી હતી. મારા શયનની પાસે...............બેઠી.(૫૦૮)..................(૫૦૯). સ્વપ્નમાં હું એક વિવિધ ધાતુથી ચિત્રવિચિત્ર, દિવ્ય ઔષધિઓ અને દેવતાઈ વૃક્ષોથી સુશોભિત, આકાશના પિલાણ સુધી પહોંચતા ઊંચા શિખરવાળા, રમ્ય પર્વત પર ગઈ, અને તેના ઊંચા શિખર પર ચડી. પણ તેટલામાં તો હું જાગી ગઈ; એ સપનું મને કેવું ફળ આપશે?” (૫૧૦-૫૧૧).
સ્વપ્નફળ
એટલે બાપુજી સ્વપ્નશાસ્ત્રને આધારે આ પ્રમાણે કહેવા લાગ્યા, “બેટા, તારુ એ સ્વપ્ન ધન્ય અને માંગલિક છે. (૫૧૨). સ્વપ્નમાં સ્ત્રીપુરુષોનો અંતરાત્મા તેમનાં ભાવિ લાભાલાભ, સુખદુઃખ ને જીવનમરણને સ્પર્શ કરે છે (૫૧૩). માંસ, મત્સ્ય, લેહીનીંગળતો ત્રણ, દારુણ વિલાપ, બળતા હોવું, ઘાયલ થવું (૩), હાથી, બળદ, ભવન, પર્વત, કે દઝતા વૃક્ષ ઉપર ચડવું, સમુદ્ર કે નદી તરીને પાર કરવાં એવાં સ્વપ્ન દુઃખમાંથી મુક્તિનાં સૂચક હોવાનું તું જાણજે. (૫૧૪-૫૧૫). પુલિંગ નામવાળી વસ્તુના લાભથી પુલિંગ નામવાળા દ્રવ્યને લાભ થાય છે. તેવા નામવાળી વસ્તુ નષ્ટ થતાં, તેવા જ નામવાળી વસ્તુ નષ્ટ થાય છે. (૫૧૬). સ્ત્રીલિંગ નામવાળી વસ્તુના લાભથી તેવા જ નામવાળા દ્રવ્યને લાભ થાય છે. તેવા નામવાળી વસ્તુ લુપ્ત થતાં, તેવા જ નામવાળી વસ્તુ લુપ્ત થાય છે. (૫૧૭). પૂર્વે કરેલા શુભ કર્મ કે પાપકર્મનું જે ફળ જેને મળવાનું હોય તે, સૌને તેમને અંતરાત્મા સ્વપ્નદર્શન પૂરા સૂચવતો હોય છે (૫૧૮).
રાત્રીની શરૂઆતમાં આવતું સ્વપ્ન છ માસે ફળ આપે, અર્ધી રાત્રે આવતું સ્વપ્ન ત્રણ માસે, મળસકે આવતું સ્વપ્ન દોઢ માસે, અને સવારે આવતું સ્વપ્ન તરતમાં જ ફળ આપે. (૫૧૯). નિશ્ચિંત અને નિરાંતવા જીવે સૂતેલાને આવતાં સ્વનિ ફળ આપનારાં હોય છે. તે સિવાયનાં સ્વપ્ન ફળ આપે કે ન યે આપે. (૨૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org