________________
તર મલાલા
ચક્રવાકી-વિલાપ
અરેરે! બીજાના સુખના વિધાતક કયા દયાહીને માને વીંધી નાખ્યા ? કાણે સરસી (=સરાવર)રૂપી સુંદરીનું આ ચક્રવાકરૂપી સૌભાગ્યતિલક ભૂસી કાઢ્યું? (૩૫૪) કાણે મને એયી...તુ. આ સ્ત્રીએ!ના સુખનુ વિનાશક શાકવક્ર નિ:સીમ વૈધવ્ય આપ્યું? (૩૫૫) હે નાથ ! તારા વિરહમાંથી પ્રગટેલા અનુતાપના ધુમાડા અને ચિંતાની જ્વાળાવાળા શાકાગ્નિથી હું મળી રહી છુ. (૩૫૬). કમળપત્રની આડશમાં તું રહ્યો હોય ત્યારે તારુ આ રૂપ ન જોતાં હું તારા દર્શનથી જ્યારે વંચિત થતી ત્યારે કમળસરેાવરામાં પણ મારું મન ઠરતું ન હતું. (૩૫૭). મારી દૃષ્ટિ ખીજા કોઈ વિષય પર ચેાંટતી જ નહી—કમળપત્રના અંતરે રહેલે તું ત્યારે પણ મને દેશાંતરે ગયા સમેા લાગતા (૩૫૮). તું મારે માટે અદૃશ્ય બનતાં હવે મારા આ દેઢુ શુ કામ બાકી રહ્યો? પ્રિયવિરહનું નિરંતર દુઃખ આવી પડયુ. (૩૫૯),
3
દહન
પેલે વનગજ પાછા વળી જતાં તે વનચર મારા સહુચરને વીધાયેલા જોઈ ને હાય હાય કરતા ત્યાં આવી પહેાંચ્યા. (૩૬૦). હાય ધુણાવતા, મેાટા શાકપ્રવાહ સમેા તે વ્યાધ, જ્યાં મારા પ્રિયતમ મરેલા પડયો હતા તે સ્થળે આવ્યા. (૩૬૧). પ્રિયતમના પ્રાણધાતક કાળ સમા ભીષણ દેખાવવાળા તેને જોતાં જ ભયવ્યાકુળ બનીને હું ઝડપથી આકાશમાં ઊડી ગઈ. (૩૬૨). પછી તેણે ચક્રવાકને ઝાલીને તેમાંથી પેતાનું બાણુ ખેંચી કાઢયુ, અને મરી ગયેલે નણીને તેને રેતાળ કાંઠા પર અનુક ંપાથી મૂક્યા. (૩૬૩). મારા પ્રિયતમને ચંદ્રકરણ જેવા શ્વેત તટ પર નાખીને તે નદીની આજુબાજુ કાષ્ઠ શોધવા લાગ્યા. (૩૬૪). એ વનચર લાકડાં લઈ તે પાછા ખાવે તે દરમિયાન હું પ્રિયતમના પડખામાં લપાઈ ને બેઠી, (૩૬૫). ‘ હાય નાથ ! હું તને આ છેલ્લી વાર જ જોવાની. એક ધડામાં તે! તું સદાને! દુર્લભ બની જઈશ,' એમ હું વિલાપ કરવા લાગી. (૩૬૬). ત્યાં તે તે વનચર જલદી લાકડાં લઈ તે મારા પ્રિયતમની પાસે આવી પહેાંચ્યા. એટલે હું પણ ઝડપથી ઊડી ગઈ. (૩૬૭). હાથમાં દારુ (લાકડાં) સાથે તે દારુણને જોઈ ને હું વિચારવા લાગી કે આ દુષ્ટ મારા પ્રિયતમને રમાનાથી ઢાંકી દઈ તે બાળી નાખશે. (૩૬૮), મનમાં એ પ્રમાણે વાર વાર વિચારતી દુ:ખથી સ ંતપ્ત બનીને પાંખા વીંઝતી હું મારા પ્રિયતમની ઉપર ચાતરફ્ ભ્રમણુ કરવા લાગી. પછી તેણે ધનુષખાણુ તથા ચામડાંની ક્રૂ'પી બાજુ પર મૂકીને મારા પ્રિયતમને બધાં લાકડાંથી ઢાંકી દીષા (૩૭૦).
Jain Education International
૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org