________________
તરંગલાલા
૪૧
બરાબર સ્થાન લઈ ને, ધનુષ્યની પણછ પર ચડાવેલુ તે પ્રાણધાતક ખાણ તેણે હાથી તરફ છેાડયું (૩૩૮), અને કાળમુમાં ત્યાંથી પસાર થતા મારા સાથીને કાળયેાગે તે બાણે કટિપ્રદેશમાં વીંધી નખ્યો. (૩૩૯). પ્રબળ ચેટની પીડાથી મૂર્છિત બનેલા, ગતિ અને ચેષ્ટાથી રહિત થઈ ને તે પહેાળી પાંખે પાણીમાં ધબકાયા તે સાથે મારું હૃદય પણ ભાંગી પડવું .(૩૪૦).
વિદ્ધ ચક્રવાક
તેને બાણુથી વીંધાયેલેા જોઈ તે પહેલવહેલા માનસિક દુઃખના શાકના ભાર ધારણ કરવાને અશક્ત બનીને હું પણ મૂર્છા ખાઈ તે નીચે પડી. (૩૪૧). ઘડીક પછી ગમે તેમ કરીને ભાન આવતાં શાકથી વ્યાકુળ બની વિલાપ કરતી હું આંસુપૂરે ઉભરાતી આંખે મારા પિયુને જોઈ રહી. (૩૪૨). તેના કટિપ્રદેશમાં બાણ ભેાંકાયેલું હતું; તે પાંખા સંપુટ, છૂટા, પહેાળા ને ઢળી પડેલા હતા; પવનને ઝાર્ટ ઢાળીને ભાંગી નાખેલા, વેલેા વળગેલા પદ્મ સમે! તે પડયો હતા. (૩૪૩). પડવાને લીધે બહાર નીકળી આવેલા લેાહીથી લખદ એવા તે લાખથી ખરડાયેલા પાણીભીના સુવર્ણે કળશ સમેા દીસતા હતા (૩૪૪). પેાતાના લેાહીથી ખરડાયેલા શરીરવાળા તે મારા સાથી ચંદનના દ્રવથી સિંચિત પૂજાપા માટેના અોકપુષ્પાના ઢગ સમે। દીસતેા હતેા. (૩૪૫). જળપ્રવાહને કાંઠે પડેલેા કેસૂડાના જેવા સુંદર વાનવાળા તે આથમવાની અણી પર આવેલા, ક્ષતિજમાં ડૂબવા માંડેલા સૂરજ સમા શાભતા હતા. (૩૪૬). મારા પ્રિયતમને ભોંકાયેલું બાણુ ચાંચ વડે ખેંચી કાઢવામાં મને એ ડર લાગતા હતા કે તે બાણુ ખેંચવાની વેદનાને પરિણામે તે કદાચ મૃત્યુ પામે. ( ૩૪૭ ). પાંખ પસારીને તેને ભેટતી, હા ! હા! કથ!' એમ બોલતી હું તેની સંમુખ થઈ ને આંસુઘેરાયેલી આંખે તેનું મુખ જાઈ રહી. (૩૪૮). બાણથી વિનાશિત વિતવાળા એ મારા પ્રિયતમની ચાંચ વેદનાથી ખુલ્લી થઈ ગઈ હતી. આંખના ડેાળા ઉપર ચડી ગયા હતા અને બધાં અંગે। તદ્દન શિથિલ થઈ ગયાં હતાં. (૩૪૯). કિવિમૂઢ બનેલી હું, સ્વાભાવિક પ્રેમને કારણે, ઉપરાઉપર આવતા તરગેાથી વીટળાયેલા તેને મૃત ઢાવા છતાં જીવતા માનવા લાગી. (૩૫૦). પરંતુ તે તદ્દન ફીકા પડી ગયા છે તેમ જાણીને એકાએક આવી પડેલા દુ:સહુ શાકાવેગથી હું... મૂહિત થઈ તે ભાન ગુમાવી બેઠી. તે પછી કેમેય કરીને ભાનમાં આવતાં હું મારા આગળનાં પીંછાં ચાંચથી તેડવા લાગી. તેનાં પીછાંને પ પાળવા લાગી અને પાંખ વડે હું તેને ભેટી પડી, (૩૫૧-૩૫૨). હે સખી ! હું આમતેમ ઊડતી પાણી છાંટતી, મૃત પ્રિયતમની બધી બાજુ ભ્રમણ કરતી આ પ્રમાણે મારા હૃદયનાં કરુણ વિલાપવચને કાઢવા લાગી (૩૫૩) :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org