________________
તર મલાલા
સ
ગંગા તેના આગમનથી ડરતી હોય તેમ, ઊઠેલા જખ્ખર કલ્લેાલાને વિષે જાણે કે દૂર ખસી જવા લાગી. (૩૨૨), પાણી પી પીને પછી...ધરામાં ઊતરીને તેમાં નિમગ્ન થતા તે સુંદર લાગતા હતા. (૩૨૩). મૂઢ વડે તે ચારે દિશાઓમાં અને પેાતાની પીઠ પર જળ ઉડાડતા જાણે કે મલિન જળને સ્વચ્છ કરવાની આતુરતાથી ધરાને ઉલેચી નાખવા તે ઇચ્છતા હોય તેમ લાગતું હતું. (૩૨૪). હે સખી ! સૂંઢને જળથી ભરીને તે જળની ધાર ઉડાડતા તે અગ્રભાગથી ઝરતા નિર્ઝરવાળા ગિરિશિખર સમે શે।ભા હતા. (૩૨૫). તે સૂ ઊંચી કરતા ત્યારે તેનુ રાતા તાળવા, જીભ અને હાટવાળુ મુખ, શુદ્ધ અંજનના ગિરિમાં હિંગળાકની ખાણની ગર્તા જેવું શૈાખતું હતુ. (૩૬). જળમાં મજ્જન કરતાં, જળ પ્રવાહને અનેક રીતે ખેાળત! અને જળ પીતાં તેણે અમારા સહિત અનેક પક્ષીએને ઉડાડવા. (૩૨૭). દૂર ઊડી ગયા છતાં અમારા ભય જતા ન હતે. (૩૨૧). નાહીને શાતા અનુભવતા હાથી પેતાની ઇચ્છા અનુસાર પાણીની બહાર નીકળ્યે.
ન્યાય
તે વેળા પ્રાણીઓને (મારીને) પેાતાને જીવનનિર્વાહ ચલાવતા એવા એક વ્યાધ ત્યાં આવી પહેાંચ્યા. (૩૨૯). તે જુવાનજોધ હતા, જંગલી ફૂલોની માળા તેણે મસ્તક પર વીંટી હતી; હાથમાં ધનુષ્યબાણ સાથે તે કાળડ ધારણ કરેલા યમરાજ સમે। લાગતા હતેા (૩૩૦); તેના અડવાણા પગ થાંભલા જેવા હતા; પગના નખ ભાંગેલા અને આડાઅવળા હતા; પગની આંગળીએ ઊપસેલા હાડકાવાળી અને મેળ વગરની હતી (૩૩૧); સાથળ ઊપસેલાં હતાં, છાતી ખૂબ વિશાળ હતી; બાહુ વારવાર ધનુષ્ય ખેંચવાના મહાવરાથી કઠોર બનેલા હતા (૩૩૨); દાઢીમૂછ રતાશ પડતાં અને વધેલાં હતાં; માઢુ ઉગ્ર હતું; આંખા પીગળી અને રાખાડી હતી; દાઢા લાંખી, વળેલી, ફાટેલી અને પીળાશ પડતી ભૂખરી હતી; ખભા પ્રચંડ હતા (૩૩૩); ચામડી પવન અને તાપના મારથી કાળી અને કકટા બનેલી હતી; વાણી કઠાર હતી; આવે। પક્ષીઓના કાળ સમા તે કૃતાંત ત્યાં આવી લાગ્યો. (૩૩૪). તેના ભે તૂ બહુ લટકાવેલું હતું. તેણે ભયાનક વ્યાઘ્રયમ પહેર્યુ હતુ, જે કાળા કાજળથી કાબરચીતરા કરેલા પીળા વસ્ત્ર જેવુ લાગતુ હતુ . (૩૩૫),
પેલા હાથીને જોઈ ને તે વ્યાધ, હાથી પહોંચી ન શકે તેવા સ્થાને નદીકાંઠે ઊગેલા એક પ્રચંડ થડવાળા વિશાળ વૃક્ષ પાસે પહેચ્યા. (૩૩૬). ખભા પાસે ધનુષ્યને ગેાઠવી નજરને તીરછી કરી તે દુષ્ટ પેલા જંગલી હાથીને મારવા માટે ધનુષ્યની પણછ પર બાણું સજ્યું .(૩૩૭),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org