________________
તરંગલાલા
૨૯
તરત જ હું દાસીમંડળથી વીંટળાઈને બહારના કોટની લગોલગન ચતુઃશાલના વિશાળ આંગણમાં નીકળી આવી. (૨૦૦૮), ત્યાં વસ્ત્રાભૂષણથી દીપતા એ યુવતી સમુદાયને ઈંદ્રના આવાસમાં એકઠા મળેલા સુંદર અપ્સરાવૃંદ સમો મેં જોય. (૨૦૯). ત્યાં બળદોને હાંકવામાં અને કાબૂમાં રાખવામાં અનુભવી. ગાડી પર બેઠેલા ગાડીવાને મને બોલાવી (૨૧૦), " કુમારી, તમે ચાલો, ચાલે, ઉજાણીએ જવા માટેનાં વિમાન સમી આ સૌથી વધુ રૂપાળી ગાડી શેઠે આજે તમારા માટે નક્કી કરી છે.' (૨૧૧)—એ પ્રમાણે બેલતા તે સેવકે મને ઝડપ કરાવી, એટલે કામળો પાથરેલી તે ગાડીમાં હું સુખેથી ચઢી બેઠી. (૨૧૨). તે પછી મારી પાછળ મારી ધાત્રી અને દાસી સારસિકો પણ ચઢી, એટલે ઘંટડીઓનો રણકાર કરતી તે ગાડી ઊપડી. (૨૧૩). સ્ત્રીઓની સારસંભાળ રાખતા કંચુકીઓ, ઘરના કારભારીઆ અને પરિચારકો મારી પાછળ પાછળ આવતા હતા. (૨૧૪).
પ્રયાણ
આ પ્રમાણે સુયોજિત, સુંદર પ્રયાણ વડે નગરજનોને વિસ્મય પમાડતાં અમે સરળ ગતિએ રાજમાર્ગો પર થઈને જવા લાગ્યાં. (૨૧૫). હું વિવિધ હાટોવાળા, વિશાળ, અનેક શાખાઓમાં ફંટાયેલા ( ? ), લક્ષ્મીના મેઘામૂલા સારરૂપ, નગરના રાજપથને જોવા લાગી. (૨૧૬). હે ગૃહસ્વામિની, ભીડેલી જાળીયુક્ત કમાંડવાળાં ઘરો, જેવાની રસિયણ યુવતીઓને લીધે જાણે કે વિસ્ફારિત લેવાને મને જોઈ રહ્યાં હતાં. (૨૧૭). જોવાને ઉસુક રસ્તા પરના લોકો મને વાનરૂપી વિમાનમાં બેઠેલી લક્ષ્મીની જેમ પસાર થતી અનિમિષ નેત્રે જોતાં હતાં (૨૧૮). વળી તે વેળા મને જોઈને રાજમાર્ગો પરના નગરના તરુણનાં હૈયાં મન્મથની શરકનળથી જાણે કે બળી રહળ્યાં હતાં. (૨૧૯). રમણ કરવાનો વેગ પ્રાપ્ત કરવાને મનોરથ કરતા તેઓ એક પળમાં તો પ્રાણસંશય થાય તે તીવ્ર તલસાટ અનુભવવા લાગ્યા. (૨૨૦). અસરા જેવી રૂપાળી યુવતીઓને પણ મારું રૂપ જોઈને એવું રૂપ પ્રાપ્ત કરવાના મનોરથ ઉભવ્યા. (૨૨૧). મારું રૂપ, સૌકુમાર્ય અને હાવ વડે રમણીય શીલ જેઈને રાજપથ પરના સૌ લોકો જાણે કે અન્યમનરક (?) બની ગયા. (૨૨૨). વિશાળ રાજપથ પર થઈને અમે જતાં હતાં ત્યારે ત્યાં પસરી ગયેલી સુગંધથી લોકે આશ્ચર્યચકિત થઈ ગયા. (૨૨૩). લોકોની આ પ્રકારની વાતો સાંભળીને મારી દાસીઓ અમે નગરમાંથી બહાર નીકળી ગયાં ત્યારે પાછળ દોડી આવીને મને કહી ગઈ (૨૨૪). એ રીતે ઉદ્યાનમાં પહોંચીને મહિલાઓ વાહનોમાંથી ઊતરી. રક્ષકગણને ઉદ્યાનની સમીપના ભાગમાં નિકટમાં જ સ્થાપિત કર્યો. (૨૨૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org