________________
તરંગલેાલા
ઉજાણી
મેં હાથ, પગ અને માં ધાયાં, અરહતા અને સાધુઓને વંદન કર્યાં, ટૂંકું પ્રતિક્રમણ કયું અને ઉજાણીએ જવા હું ઉત્સુક બની ગઈ. ( ૧૯૧ ). ઉર્જાણીએ જવા ઉતાવળી હાઇ તે યુવતીએ અને પુત્રવધૂઓએ પણ ત્યારે ગયેલી રાતને ‘કેમેય વીતતી નથી ’એમ કહીને ઘણી ભાંડી હતી. ( ૧૯૨ ). કેટલીકાએ તેા ‘ઉન્નણીએ જઈશું, શું શું જોઇશું, કેવાં નાહીશું' વગેરે મનેાથાની પરસ્પર વાતેા કરીને આખી રાત જાગરણુમાં જ ગાળી હતી. ( ૧૯૩ ).
તૈયારી
२७
9
સાઇયા, રક્ષા, કાનવાળા, કારભારીએ! અને પરિચારકા ભાજનની તૈયારી માટે સૌના પહેલાં ઉદ્યાને ગયા. ( ૧૯૪ ). ત્યાં તે એકાએક ગગનમાર્ગને પથિક, પૂર્વદિશાના વદનકમળને વિકસાવનાર, જપાકુસુમ સમેા (રાતા ) સૂર્ય ઊગ્યા. ( ૧૯૫ ). મહિલાઓએ રંગબેરંગી, ભાતભાતનાં, મહામેાંધાં પટ્ટ, ક્ષૌન, કૌશિક અને ચીનાંશુક વસ્ત્ર લીધાં; *સખીઓએ કલાકુશળતાથી બનાવેલાં સેાના, મેાતી, અને રત્નનાં ઉત્તમેાત્તમ આભૂષણ લીધાં; તથા સાંવર્ધક, સૌભાગ્યસમ ક, યૌવન-ઉદ્દીપક પ્રસાધન લીધાં ( ૧૯૬-૧૯૮ ). એ પછી સગાસંબંધીની સ નિ ત્રત મહિલાએ આવી જતાં અમ્માએ ઉજાણીએ જવા નીકળવાની તૈયારીએ કરી (૧૯૬૯), અને શુભ મુક્તે બધી સામગ્રી સહિત અમ્માએ તેમની સાથે પ્રયાણ કર્યું. (૨૦૦). તરત જ અમ્માની પાછળ વાસભવનના માને આભૂષણના રણકારથી ભરી દેતા. યુવતીસમુદાય ચાલ્યે . (૨૧). તરુણીઓના નૂપુરનું રુમ્ભકન્નુમ્ભક, સુવર્ણ મય રત્નમેખલાને ખરું ખણાટ, અને સાંકળીની કં કેણીને રણકાર-એ સૌનેા રમ્ય ઘેષ ઊઠતા હતા (?) (૨૦૨). મન્મથના ઉત્સવની શરણાઈ સમી તેમના આભૂષણની શરણાઈ જાણે કે લેાકેાને માર્ગમાંથી દૂર હઠવા કહી રહી હતી. (૨૦૩). અમ્માના આદેશથી મને ખેલવવા આવેલી દાસીએએ તેમના નીસર્યાંના સમચાર મને કહયા, (૨૦૪).
એટલે, હું ગૃહસ્વામિની, શરીરે સશણગાર અને મનેાહર, મૂલ્યવાન વસ્ત્રથી સુસજજ થયેલી મારી સખીએએ મને મજ્જન કરાવીને શણુગાર સજાવ્યા. (૨૦૫). મેં સુવર્ણ ચૂર્ણથી મંડિત, મૂલ્યવાન, સુકુમાર, સુંદર, શ્વેત, આકષઁણુ માટેના ધ્વજપટ સમું. પટ્ટાંશુક પહેર્યું. (૨૦૬). વસ્ત્રાભૂષણનાં પાણીદાર રત્નાની ઝળહળતી કાંતિથી મારું લાવણ્ય, ઋતુકાળે ખીલી ઊઠેલી ચમેલીની જેમ, દ્વિગુણિત બન્યું. (૨૦૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org