SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વિરે ગવાલા १ २१ શરદ-વર્ણન હાથ જોડી, દેહયષ્ટિને લાલિત્યથી નમાવી, ભ્રમર જેવા મધુર સ્વરે તે પિતાજીને સવિનય કહેવા લાગી ( ૧૩૮): “માનસ સરોવરથી આવેલા અને હવે અહીં વસીને પરિતોષ પામેલા આ હંસો શરદના આગમનની સહર્ષ ઘોષણું કરી રહ્યા છે. ( ૧૩૯). આશ્રય લેતા હસે, વેત પદ્મો અને યમુનાતટના અટ્ટહાસ સમાં કાશફૂલા વડે શરદઋતુનું પ્રાકટય એકાએક થઈ રહ્યું છે. (૧૪૦). ગળીના વનને નીલ રંગે, અસનવનને પીત રંગે, તે કાશ અને સપ્તપર્ણને વેત રંગે રંગતો શરદ આવી પહોંચ્યો છે. (૧૪૧). હે ગૃહસ્વામી, શરદ પ્રવર્તે છે, જેમ તારા શત્રુઓ તેમ મેથે પણ પલાયન કરી ગયા છે, જેમ શ્રી અત્યારે પઘસરોવરને સેવે છે, તેમ તે તારું ચિરકાળ સેવન કરે. (૧૪૨). સપ્તપર્ણનાં પુપને ઉપહાર એમ બોલતી તે શેઠની સમીપ ગઈ, અને સપ્તપર્ણનાં પુષ્પની બંધ ટપલી તેણે ઊલટથી તેની સમક્ષ મૂકી ( ૧૪૩ ). તેને ઉઘાડતાંની સાથે જ મદઝરતા હાથીની મદગંધ જેવી તે સપ્તપર્ણનાં ફૂલેની મહેક ઊઠી અને દશે દિશાઓને ભરી દેતી તે ઝડપથી પ્રસરવા લાગી.(૧૪૪). સપ્તપર્ણનાં ફૂલે ભરેલી તે ટોપલી માથા પર મૂકીને પિતાજીએ તે ફૂલોથી અરહંતની પૂજા કરી. (૧૪૫). તેમણે મને તેમ જ મારી અમ્માને તે ફૂલ આપ્યાં, પોતે પણ તેની માળા પહેરી, અને પુત્ર તથા પુત્રવધૂઓને પણ તે મોકલાવ્યાં. ( ૧૪૬ ). શરદના ચંદ્ર જેવાં વેત સપ્તપર્ણનાં ફૂલોને ઉછાળતાં પિતાજીએ તેમાં હાથીદાંત સમાં વેત ગુચ્છા જોયા. (૧૪૭), અને તે સાથે તેમાં તરુણીના અવિકસિત () સ્તન જેવડે પરાગરજવાળા, સેનાની ગાદી (૨) જેવો એક લઘુ ગુછ પણ તેના જોવામાં આવ્યા. (૧૪૮). એટલે એ કનકવણું સુંદર ગુચ્છને હાથમાં પકડીને તે વિસ્મયવિરફારિત ને કયાંય સુધી નિહાળી રહ્યા. (૧૪૯). તેને પકડી રાખીને, મનમાં કશોક ચોક્કસ નિર્ણય કરવા માટે પિતાજી સર્વાગે નિશ્ચલ બનીને ઘડીક વિચારી રહ્યા. (૧૫૦). તરંગવતીની સેટી પછી, હસતા મુખે તેમણે મને તે કુસુમગુચ્છ આપ્યો અને બોલ્યા, “બેટા, આ ગુચ્છના રંગને ખુલાસો તું વિચારી જે. (૧૫૧). તું પુપયોનિશાસ્ત્ર અને ગંધયુક્તિશાસ્ત્ર શીખી છે. આ તારો વિષય હોઈને તેથી જ, બેટી, તને કહું છું. (૧૫). બેટી, સપ્તપર્ણનાં પુષ્પગુચ્છ પ્રકૃતિથી વેત જ હોય છે. તો પછી આ એક ગુચ્છ પીળો છે, તેનાં કયાં કારણ હોવાનું લાગે છે ? (૧૫૩). શું કદાચ કોઈ કલાવિદે આપણને આશ્ચર્ય પમાડવા માટે એ બનાવ્યા હશે. કે પછી પુપોનિશાસ્ત્રના શિક્ષણનો પ્રયોગ કરી બતાવવા માટે ? (૧૫૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004633
Book TitleSamkhitta Taramgavai Kaha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1979
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy