________________
વરગાલા
નગરીમાં જે મુખ્ય પ્રવચનવિદ અને પ્રવચનના વાચક હતા તેમને પિતાજીએ મારે માટે બોલાવ્યા, અને મેં નિગ્રંથ સિદ્ધાંતને સાર ગ્રહણ કર્યો. (૧૨૦ ). તેઓએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનો મને ક્રમાનુસાર બોધ આપ્યો. ( ૧૨૧).
યૌવન
એ પછી હે ગૃહિણી, બાળપણ વિતાવીને (?) હું કામવૃત્તિને કારણે આનંદદાયક ને શરીરના સ્વાભાવિક આભરણ સમું યૌવને પામી. ( ૧૨ ). તે વેળા કહે છે કે શ્રીમંત, પૂજનીય અને દેશના આભૂષણ રૂ૫ ધણા વૃદ્ધ ગૃહસ્થ તેમની પુત્રવધૂ તરીકે મારું મારું નાખતા હતા. (૧૨૩ ). ૫ણું કહે છે કે (મારી ઇરછા ) જાળવીને વર્તાતા પિતાજી, સરખેસરખાં કુળ, શીલ અને રૂપવાળા વર નજરમાં ન આવવાથી તે ( ભાગને ) યુક્તિપૂર્વક અસ્વીકાર કરતા. (૧૨૮). ( તે બધી ) વાતચીત સાંભળીને સારસિકા નામની એક વિનયવિવેકમાં કુશળ દાસી મારા પ્રત્યેના નેહને કારણે મને કહેતી, ( ૧૨૫ ). હું પણ “ જી, જી, ” કરતી સખીઓથી વીંટળાઈને, સાત માળની હવેલીની ટોચે અગાશીમાં રમતી. ( ૧૨૬ ). પુષ્પ, વસ્ત્રાભૂષણ, સુંદર ક્રીડન, અને જે કાંઈ ખાદ્ય પદાર્થો હોય તે સવ મારાં માતાપિતા અને ભાઈએ મને આપતાં. ( ૧૨૭ ). મારા વિનયથી સંતુષ્ટ હતા ગુરુજન, દાનથી ભિક્ષુકજન, સુશીલતાથી બંધુજન, અને મધુરતાથી સર્વ ઇતરજન. (૧૨૮). કવચિત્ જાઈએથી, તો કવચિત્ સહિયરોથી વીંટળાઈને હું મારા ઘર - મંદિરમાં મંદર પર્વત પર લક્ષ્મીની જેમ રહેતી હતી. (૧૨૯). પૌષધશાળામાં હું વારંવાર સામયિક કરતી અને જિનવચનોની ભાવના માટે ગણિનીઓની સેવાસુશ્રુષા કરતી. (૧૩૦). માતાપિતા, ભાઈઓ અને બાંધવોને હૃદયથી વધુ ને વધુ પ્રિય થતી હું એ રીતે સુખસાગરમાં નિમગ્ન બનીને સમય વિતાવતી હતી. (૧૩૧ ).
માલણનું આગમન
હવે કે એક વાર પિતાજી નાહી, વસ્ત્રાભૂષણ સજી, જમીને બેઠકખંડમાં આરામથી બેઠા હતા. ખંડમાં કૃષ્ણગુરુના ધૂપના ગોટા પ્રસર્યા હતા, અને રંગરંગનાં કુસુમ વડે સજજા કરેલી હતી. પડખે રહેલી લમી સાથે વિષ્ણુ વાર્તાલાપ કરતા હોય, તે પ્રમાણે તેઓ મારી માતા સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. (૧૩૨–૧૩૩). હું પણ નાહી, અરહંતોને વાંદી, પૂજ્યની પૂજા કરીને બા-બાપુજીને વંદન કરવા ગઈ. (૧૩૪). મેં પિતાજીને અને માતાને વિનયપૂર્વક પાયલગણ કર્યા, એટલે તેઓએ * જીવતી રહે” કહીને મને તેમની પાસે બેસાડી. ( ૧૫ ). તે સમયે ત્યાં વાને શ્યામ પણ શ્વેત વસ્ત્રમાં સજજ થયેલી અને એમ ચંદ્રકિરણોથી વિભૂષિત શરદ-રજની સમી શોભતી, કૂલપાતરી લાવતી માલણે, મોસમી ફૂલોથી ભરેલ તાજાં પણનો સંપુટ લઈ અમારા બેઠક ખંડમાં પ્રવેશ કર્યો. (૧૩ ૬-૩૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org