________________
તરંગલોલા આત્મકથા કહેવાની આર્યોને વિનંતી અને તેને સ્વીકાર - તે પછી તેના રૂપથી વિસ્મિત બનેલી ગૃહિણી, ધર્મ કથામાં વચ્ચે પડેલો આંતરે ધ્યાનમાં રાખીને, સંયમ અને નિયમમાં તત્પર એવી તે આર્યાને હાથ જોડી કહેવા લાગી (૬૯), ‘વારુ, ધર્મકથા તો મેં સાંભળી. હવે તે કૃપા કરીને આ બીજું પણ કહી સંભળાવ. હે ભગવતી, મારા પર કૃપા કરીને હું જે કહું છું તે સાંભળજે. (૭૦).
આજે મારાં નયનો તો તારું રૂપ જોઈને ધન્ય બની ગયાં, પણ તમારી ઉત્પત્તિકથા સાંભળવા આ મારા કાન ઝંખી રહ્યા છે. (૭૧). કયું નામ ધરાવતા પિતાને માટે તું અમીવૃષ્ટિ સમી હતી, અને જેમ કોસ્તુભમણિ હરિનું, તેમ તું તેનું હૃદય આનંદિત કરતી હતી? (૭૨). નિર્મળ જ્યોનાની જનની સમી જગવંદ્ય તારી જનનીના કયા નામાક્ષર હતા? (૭૩). આર્યા, તમે પોતાને ઘરે તેમ જ પતિને ઘરે કેવું સુખ ભોગવ્યું ? અથવા તો શા દુઃખે આ અતિ દુકર પ્રવજ્યા લીધી ? (૭૪)–આ બધું હું ક્રમશઃ જાણવા ઇચ્છું છું. પણ આમાં અગમ્યમાં ગમન કરવાનો દોષ રખે થાય. (૭૫). લોકોમાં કહેવત છે કે નારીરત્નનું, નદીનું તેમ જ સાધુનું મૂળ ન શોધવું (૭૬). વળી ધાર્મિક જનને પરિભવ કરવો ઉચિત નથી એ પણ હું જાણું છું ને છતાં પણ તારા રૂપથી ચકિત થઈને કુતૂહલથી તને પૂછું છું.” (૭૭).
એ પ્રમાણે કહેવાતાં આર્યા બોલી “ગૃહિણી, એ બધું કહેવું કઠિન મનાયું છે. એ અનર્થદંડનું સેવન કરવું અમારે માટે ઉચિત નથી. ઘરવાસમાં ભગવેલાં સુખો, પૂર્વનાં કૃત્યો અને ક્રીડાઓ, પાપયુક્ત હેઈને તેમને મનમાં લાવવાં પણ યોગ્ય નથી, તે પાણીથી કહેવાની તે વાત જ કેવી ? (૭૯). છતાં પણ તે સંસાર પ્રત્યે જુગુપ્સા જન્માવી શકે તેમ હોવાથી, હું રગદ્વેષથી મુક્ત રહી મધ્યસ્થભાવે તે કહીશ, તો તમે મારા કર્મવિપાકનું ફળ સાંભળે.' ( ૮૦ ),
એ પ્રમાણે તેણે કહ્યું એટલે તે ગૃહિણી તથા અન્ય રમણીઓ રાજી રાજી થઈ ગઈ અને શ્રવણાતુર બનીને તે સોએ આર્યાને વંદન કર્યા. (૮૧). આ રીતે તેમના પૂછવાથી તે શ્રમણી તે બધી સ્ત્રીઓને પોતાના પૂર્વભવનાં કર્મના વિપાકરૂ ૫ બધી કથા કહેવા લાગી. (૮૨). ઋદ્ધિ અને ગૌરવ રહિત થઈને, ધર્મમાં જ દૃષ્ટિ રાખીને, મધ્યસ્થળાવે, પ્રત્યક્ષ સરસ્વતી સમી આર્યા આ પ્રમાણે બોલી (૮૩): હે ગૃહિણી, જે કાંઈ મેં અનુભવ્યું છે, જે કાંઈ મેં સાંળળ્યું છે અને જે કાંઈ મને સાંભરે છે તેમાંથી થોડુંક પસંદ કરીને હું સંક્ષેપમાં વર્ણવું છું, તો તું સાંભળ. (૮૪). જ્યાં સુધી ખરાબને ખરાબ અને સારાને સારુ કહીએ-યથાર્થ વાત કરીએ ત્યાં સુધી તેમાં નિદા કે પ્રશંસાનો દોષ) આવતું નથી. (૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org