________________
તરલાલા
પણ લોકોમાં કિંવદંતી છે કે દેવતા માત્ર અનિમિષ હોય, તેમની ફૂલમાળા કદી કરમાય નહીં', અને તેમનાં વસ્ત્રાને ૨જ ન લાગે. (૫૧). વિકવણાશક્તિથી તે એ નાનાવિધ રૂ. ધારણ કરે ત્યારે પણ, કહે છે કે તેમનાં નેત્ર ઉન્મેષ વિનાનાં હોય છે. (૫૨). પરંતુ આનાં ચરણ તે ધૂળવાળાં છે, અને લેચન પણ ઉઘાડમાંચ થાય છે. માટે આ દેવી નહીં, પણ માનવી છે. (૫૩). અથવા તો મારે આવી શંકાએ શું કામ કરવી ? એને જ કેઈ નિમિતે પૂછી જોઉં– હાથી નજરે દેખાતો હોય ત્યાં પછી તેનાં પગલાં શું કામ શોધવા જાઉં ? (૫૪).
એ પ્રમાણે મનથી ઠરાવીને તે આર્યાના રૂપ અને ગુણના કુતૂહલ અને વિસ્મયથી પુલકિત ગાત્રવાળી તે ગૃહિણીએ તેને કહ્યું (૫૫), “ આવ, આર્યા, તું કૃપા કર : જે તારા ધર્મને બાધા ન આવતી હોય તે, અને શુભ પ્રવૃત્તિ થતી હોય તો મને ધર્મકથા કહે.” (પ૬).
ધર્મકથાને મહિમા
આ પ્રમાણે કહેવાતાં તે આર્યા બોલી, “જગતના સર્વ જીવોને હિતકર એવો ધર્મ કહેવામાં કશી બાધા નથી હોતી. (૫૭). જે અહિંસલક્ષણ ધમ સાંભળે છે તથા જે કહે છે તે બંનેનાં પાપ ધોવાઈ જાય છે અને તેઓ પુણ્ય પામે છે. (૫૮). શ્રોતા ઘડીક પણ બધે વેરભાવે તજી દે અને ધમકથા સાંભળીને નિયમ ગ્રહણ કરે તેનું શ્રેય કથા કહેનારને મળે છે. (૫૯). અહિંસાલક્ષણ ધર્મ કહેનાર પિતાને તથા સાંભળનારને ભવસાગરના પ્રવાહમાંથી તારે છે. (૬). આથી ધર્મકથા કહેવી એ પ્રશસ્ત છે. તો જે કાંઈ હું જાણું છું તે હું કહીશ, તમે એકાગ્ર ચિત્તે સાંભળો. (૬૧).
એટલે તે આર્યાને નિહાળતી પેલી બધી સ્ત્રીઓ એકમેકને હાથતાળી દેતી બોલવા લાગી (૬૨), ‘અમારી મનકામના પૂરી થઈ : આ રૂપસ્વિની આર્યાને અમે આ નેત્રો વડે અનિમિષ દૃષ્ટિથી જોયા કરીશું.' (૬૩). ગૃહિણીએ પણ અભિવાદન કરીને ચેલીઓ સહિત આર્યાને આસન આપ્યું. (૬૪). પેલી સ્ત્રીઓ પણ મનથી રાજી થઈને અને આર્યાને વિનયપૂર્વક વંદીને ગૃહિણીની પાસે બેય પર બેસી ગઈ. (૬૫).
એટલે, ફુટ શબ્દ અને અર્થવાળી, સજઝાય કરવાથી લાઘવવાળી, સુભાષિતોને લીધે કાન અને મનને રસાયગુરૂપ એ ની ઉક્તિઓ વડે આર્યા જિનમાન્ય ધર્મ કહેવા લાગી – જે ધર્મ જરા, રોગ, જન્મ, મરણ ને સંસારનો અંત લાવનાર હતો, સર્વ જગતને સુખાવહ હતા, જ્ઞાન, દર્શન, વિનય, તપ, સંયમ અને પાંચ મહાવ્રતાથી યુક્ત હતા, અપાર સુખનું ફળ આપનાર હતો. (૬૬-૬૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org