SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ તરગલેલા to થતાં, યોગ્ય સમય માટે થોભ્યા વિના, પ્રત્રજ્યા લેવી જોઈએ, નહીં તો કાળ સહસા આયુષ્યને અંત આણશે. (૧૫૮૬). એ પ્રમાણે પરમાર્થના અને નિશ્ચય નયના જાણકાર માટે, યતના વાળા માટે અને કશામાં પણ આસક્ત ન થનારને માટે મોક્ષાપ્તિ સરળ બને છે. (૧૫૮૭). વળી જે તમે કહે છે કે કેટલાંક વરસ કામગ ભેગવી લે, તે તેમાં વાંધો એ છે કે એકાએક આવી પડતા મરણને ભય જગત પર હંમેશાં તાળાયેલો છે; જગતમાં એવું કેઈ નથી, જે મૃત્યુના બળને રોકવાને સમર્થ હોય. માટે કાળ-અકાળને વિચાર કર્યા વિના જ તરત પ્રવજયા ગ્રહણ કરવી ઘટે.” (૧૫૮૮-૧૫૮૯). સાથે વહે અનિચ્છાએ આપેલી અનુમતિ આવાં આવાં વચનો કહીને સાર્થવાહપુત્ર તે વેળા માતાપિતાના તથા અન્ય સૌ સ્વજનેના વિરોધને વાર્યો. (૧૫૯૦). બચપણમાં સાથે ધૂળમાં રમેલા, વિવેકી () મિત્રોના વિરોધને પણ વારીને પ્રત્રજ્યા લેવા તત્પર બનેલા એવા તેણે તેમને નિરાશ કર્યા. (૧૫૯૧). હે ગૃહસ્વામિની! આ રીતે અમે બંને તપશ્ચરણ માટે નિશ્ચિત હોવા છતાં, તીવ્ર પુત્ર સ્નેહને કારણે સાર્થવાહે અમને જવા દેવા ન ઇચ્છવું. (૧૫૯૨). એટલે અનેક લોકોએ તેને સમજાવ્યું, “પ્રિયજનનો વિયોગ, જન્મમરણની અસહ્યતા વગેરે ભયથી ડરેલાં આ બંનેને તેમની ઇચ્છાનુસાર તપ આચરવા દે. (૧૫૯૩). જેમનું મન કામ પભેગથી વિમુખ થઈ ગયું છે, અને જે તપશ્ચર્યા કરવા માટે ઉતાવળો થયો છે તેને અંતરાય કરનાર મિત્રરૂપે શત્રુનું જ કામ કરે છે.” (૧૫૯). આ પ્રમાણે લેકેનાં વચનોનો કોલાહલ સાંભળીને સાથે વાહે અનિચ્છાએ અમને પ્રત્રજ્યા લેવાની અનુમતિ આપી. (૧૫૯૫). હાથ જોડીને તેણે અમને કહ્યું, “વિવિધ નિયમ અને ઉપવાસને લીધે કઠિન એવા શ્રમણધર્મનું તમે સફળતાથી નિર્વહન કરજો. (૧૫૯૬). જન્મમરણરૂપ તરંગવાળા, અનેક યુનિમાં ભ્રમણ કરવારૂ૫ વમળાવાળા, આઠ પ્રકારના કમસાહરૂ૫ મલિન જળસમૂહવાળા, પ્રિયજનના વિગે કરાતા વિલાપરૂ૫ ગર્જનવાળા, રાગરૂ૫ મગરોથી ઘેરાયેલા વિશાળ સંસારસમુદ્રને તમે તરી જાઓ તેવું કરજે.” (૧૫૯૭–૧૫૯૮). એ પ્રમાણે કહીને, નગરમાં પાછા ફરવા ઇચ્છતા ગુણવાન સાર્થવાહ.. પગમાં પાડયા. (૧૫૯૯). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004633
Book TitleSamkhitta Taramgavai Kaha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1979
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy