________________
તરંગલેલા
૧૮ પછી તારી પાસે તો અહીં જ અસર સમી સુંદરીઓ છે. માટે પહેલાં કામભોગ ભોગવીને પછીથી તું ધર્મ કરજે. (
૧૧). બેટા ! અમને બંનેને, રાજવી સુખ જેવા વૈભવને આ બેટીને તથા આપણા સમગ્ર ધનભંડારને તું કેમ તજી દે છે? (૧૫૭૨). તું કેટલાંક વરસ કશી જ ફિકરચિંતા કર્યા વિના કામભોગ ભોગવ, તે પછી પાકટ અવસ્થામાં તું ઉગ્ર શ્રમણુધર્મ આચરજે.” (૧૫૭૩).
સાથ પુત્રને પ્રત્યુત્તર
માતાપિતાએ આ પ્રમાણે કરણ વચનો કહ્યાં, એટલે પ્રવજ્યા લેવા જેણે નિશ્ચય કર્યો છે તેવા તે સાર્થવાહપુત્રે એક દષ્ટાંત કહ્યું (૧૫૭૪): “જે પ્રમાણે કેટામાં રહેલે અજ્ઞાની કીડે પોતાનું શારીરિક હિત ઈચ્છતો છતો પોતાની જાતને તંતુઓના બંધનમાં બાંધી દે છે, તે જ પ્રમાણે મોહથી મેહિત બુદ્ધિવાળો માણસ વિષયસુખને ઇચ્છતો, સ્ત્રીને ખાતર સેંકડો દુઃખોથી અને રાગદ્વેષથી પોતાની જાતને બાંધી દે છે. (૧૫૭૫–૧૫૭૬). એને પરિણામે રાગદ્વેષ અને દુ:ખથી અભિભૂત અને મિથ્યાત્વથી ઘેરાયેલા એ તે અનેક યોનિમાં જન્મ પામવાની ગહનતાવાળા સંસારરૂપી વનમાં આવી પડે છે. (૧૫૭૭). વહાલી સ્ત્રીની પ્રાપ્તિથી એટલું બધું સુખ નથી મળી જતું, જેટલું–અરે તેનાથી ઘણું વધારે–દુ:ખ તેને તે સ્ત્રીના વિયોગથી થાય છે. (૧૫૭૮). તે જ પ્રમાણે ધન મેળવવામાં દુઃખ છે, પ્રાપ્ત થયેલું ધન જાળવવામાં દુઃખ છે, અને તેનો નાશ થતાં પણ દુઃખ થાય છે–આમ ધન બધી રીતે દુઃખ લાવનારું છે. (૧૫૭૯). માબાપ, ભાઈજાઈ, પુત્ર, બાંધવો અને મિત્રો–એ સૌ નિર્વાણમાર્ગે જનાર માટે સ્નેહમય બેડીઓ જ છે. (૧૫૮૦). જે પ્રમાણે કોઈ સાર્થરૂપે પ્રવાસ કરતા માણસે સંકટ ભરેલા માર્ગે જતાં, સહાય મેળવવાના ભે, સાથેના અન્ય માણસોનું રક્ષણ કરે છે અને સાથમાં જાગતા રહે છે, પરંતુ જંગલ પાર કરી લેતાં, તે સાથને તજી દઈને જનપદમાં પિતપતાને સ્થાને જવા પોતપોતાને રસ્તે ચાલતા થાય છે, તે જ પ્રમાણે આ યાત્રા પણ એક પ્રકારનો પ્રવાસ જ છે; સગાંસ્નેહીઓ કેવળ પોતપોતાનાં સુખદુ:ખની દેખભાળ લેવાની યુક્તિરૂપે જ સ્નેહભાવ દર્શાવે છે. (૧૫૮૧-૧૫૮૩).
સંગ પછી વિયોગ પામીને, બાંધવોને તછ દઈને તેઓ પોતાનાં કર્મોના ઉદય પ્રમાણે અનેક પ્રકારની વિશિષ્ટ ગતિ પામે છે. (૧૫૮૪)...નિત્ય બંધનકર્તા હોઈને હજી રાગનો ત્યાગ કરવો અને વૈરાગ્યને મુક્તિમાર્ગ જાણવો. (૧૫૮૫). તે પછી ધર્મબુદ્ધિ પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org