________________
તરંગલોલા
૧૭
સ્વજનેનું આ ગમન
તે વેળા, પરિજનો પાસેથી સમાચાર જાણીને અમારા બંનેનાં માતાપિતા બધા પરિવારની સાથે આવી પહોંચ્યાં. (૧૫૫૬). હે ગૃહસ્વામિની ! અમે પ્રવજ્યા લઈ લીધી એવું સાંભળીને સ્ત્રીઓ અને પુરુષ, બાળકે ને વૃદ્ધો ઉચાટ કરતાં આવવા માંડ્યાં (૧૫૫૭). અમારાં સગાંસંબંધીઓથી તથા અમને જોવા આવનારા બીજા પુષ્કળ લેકાથી તે મોટું ઉપવન ભરાઈ ગયું. (૧૫૫૮). ત્યાં થયેલી ભીડમાં લોકોનાં શરીર ઢંકાઈ ગયેલાં હોવાથી માત્ર તેમનાં માથની હારની હાર જ નજરે પડતી હતી. (૧૫૫૯). પ્રવજ્યા લેવાની તત્પરતાના ભાવથી શોભતા અમને જોઈને બાંધવો અને મિત્રો અત્યંત શાપૂર્ણ બની ગયા. (૧૫૬૦). અમારા બંનેનાં માતાપિતા રડતાંરડતાં દોડાદોડ આવ્યાં. મારાં સાસુ અને સસરા અમને જોઈને મૂર્ષિત થઈ ગયાં. (૧૫૬૧).
શ્રીનું નિવારણ અને અનુમતિ
જિનવચનોથી જેમની બુદ્ધિ પ્રભાવિત થયેલી છે અને સંસારના સાચા સ્વરૂપને જેમણે જાણ્યું છે તેવાં મારાં માતાપિતા, આંસુના વેગને રોકીને મને કહેવા લાગ્યાં (૧૫૬૨),
બેટા! યૌવનના ઉદયકાળે જ આવું સાહસ કેમ કર્યું? તરુણવયમાં શ્રમણધર્મ પાળ ઘણો કઠિન છે. (૧૫૬૩). તરુણવયને કારણે રખેને તારાથી ધર્મની કશી વિરાધના થાય કામભોગ ભોગવીને તપ તો પછી પણ આદરી શકાય.” (૧૫૬૪). એટલે મેં કહ્યું, “ભેગોનું સુખ ક્ષણિક હોય છે, અને પરિણામ કટુ હોય છે. કુટુંબજીવન પણ અત્યંત દુઃખમય હોય છે. મુક્તિસુખથી ચઢે એવું કોઈ સુખ નથી. (૧૫૬૫). જ્યાં સુધી.........ન છોડે (2) જ્યાંસુધી સંયમ પાળવાનું શરીરબળ હોય, અને જ્યાં સુધી મૃત્યુ આવીને ઉઠાવી ન જાય ત્યાં સુધીમાં અમારે તપ આચરવું એ જ ઈષ્ટ છે.” (૧૫૬ ૬). એટલે પિતાએ કહ્યું, ઇદ્રિરૂપી ચેરથી તારુણ્ય ઘેરાયેલું હોઈને તમે આ સંસારસાગરને નિવિન તરી જજે (૧૫૬૭).
સાથ'વાહની વિનવણી
અમારા બાંધવોએ તેમને આશ્વાસન આપીને વધાવ્યાં. તે વેળા મારાં સાસુસસરા મારા પ્રિયતમને વીનવવા લાગ્યાં (૧૫૬૮), “બેટા ! કેઈએ તને કાંઈ કહ્યું? તને અહીં શાની ખોટ છે? શું તને અમારો કોઈ વાંક દેખાયો?—જેથી મન ખાટું થઈ જતાં તે પ્રવ્રયા લઈ લીધી? (૧૫૬૮). ધર્મનું ફળ વગ છે, સ્વર્ગમાં યથેષ્ટ ભોગ મળતા હોય છે, અને વિષયસુખને સાર એટલે સુંદરી–આ પ્રમાણે લૌકિક શ્રુતિ છે. (૧૫૭૦). પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org